Not Set/ ચીનની ખંઘી ચાલ, વાયા સિંગાપુર – હોંગકોંગ વધારી શકે છે ભારતમાં વેપાર અને રોકાણ

આ ચીન છે અને તેની ભારત તેની અવળચંડાઇથી વાકેફ છે, તે ચીને ભૂલવુ જોઇએ નહી. જી હા, ભારતને આશંકા છે કે ચીન વાયા હોંગકોંગ અને સિંગાપોર જેવા તૃતીય પક્ષ કે દેશ દ્વારા ભારતમાં વેપાર કરવાનો પ્રયાસ કરી શકે છે. ચીન, ભારતમાં માલ મોકલવા તેમજ રોકાણ માટે પણ ઉત્સુક છે. આ બાબતના જાણકાર અને જાગૃત વ્યક્તિએ  દ્વારા આ સંભાવનાની પુષ્ટી […]

India
785e57ea432fc0db3f740925365831db ચીનની ખંઘી ચાલ, વાયા સિંગાપુર - હોંગકોંગ વધારી શકે છે ભારતમાં વેપાર અને રોકાણ
785e57ea432fc0db3f740925365831db ચીનની ખંઘી ચાલ, વાયા સિંગાપુર - હોંગકોંગ વધારી શકે છે ભારતમાં વેપાર અને રોકાણ

આ ચીન છે અને તેની ભારત તેની અવળચંડાઇથી વાકેફ છે, તે ચીને ભૂલવુ જોઇએ નહી. જી હા, ભારતને આશંકા છે કે ચીન વાયા હોંગકોંગ અને સિંગાપોર જેવા તૃતીય પક્ષ કે દેશ દ્વારા ભારતમાં વેપાર કરવાનો પ્રયાસ કરી શકે છે. ચીન, ભારતમાં માલ મોકલવા તેમજ રોકાણ માટે પણ ઉત્સુક છે. આ બાબતના જાણકાર અને જાગૃત વ્યક્તિએ  દ્વારા આ સંભાવનાની પુષ્ટી કરવામાં આવી રહી છે. ડેટા પર જો નજર નાખવામાં આવે તો, તમે જોશો કે ચીન એવા દેશો દ્વારા ભારતમાં માલ અને રોકાણમાં વધારો કરી શકે છે કે જેની સાથે ભારતને મુક્ત વેપાર કરાર (FTA), પ્રેફરન્શિયલ ટ્રેડ કરાર (PTA) અથવા અન્ય દ્વિપક્ષીય વાણિજ્યિક કરાર છે.

આપને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જો કે, આ ઘટનામાં ચીનને પણ ઘણી ખૂંવારી થઇ હોવાની વિગતો વિદિત છે. 

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

જો આપણે ડેટા જોઈએ તો જાણવા મળે છે કે, ચીનથી કુલ વિદેશી સીધુ રોકાણ (FDI) ઘટી ગયું છે, પરંતુ ઘણી ભારતીય કંપનીઓએ ચીની રોકાણ મેળવ્યું છે. એ જ રીતે, ચાઇનાની આયાતમાં તાજેતરમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ તે જ સમયે હોંગકોંગ અને સિંગાપોરથી આયાતમાં વધારો થયો છે. આ ડેટા સૂચવે છે કે, કંઈક ખોટું થઇ રહ્યું છે અને તેની તપાસ કરવાની જરૂર છે.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIIO) ના જણાવ્યા અનુસાર, જ્યારે 2019 માં ચીન સાથે ભારતનો વેપાર 6.05 અબજ ડોલર ધટ્યો છે અને તે હવે 51.25 અબજ ડોલર સુધી મર્યાદિત થઇ ગયો છે. તે જ સમયે, હોંગકોંગ સાથેનો ભારતનો વ્યવસાય 2019 માં $ 5.8 અબજની નજીક વધ્યો છે. એ જ રીતે, સિંગાપોર સાથેની ભારતની વેપાર ખાધ પાછલા નાણાકીય વર્ષમાં 5.82  અબજ ડોલરની હતી. 

એફઆઈઇઓ ડાયરેક્ટર જનરલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય સહાયે જણાવ્યું હતું કે, “હોંગકોંગથી મુખ્ય આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જ્યારે 2017 માં 1.3 અબજ ડોલરની વૃદ્ધિ થઈ હતી, તે 2019 માં વધીને 8.6 અબજ ડોલર થઈ ગઈ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews