અમદાવાદનાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય યુવતીએ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી ઘરકામ કરતી હતી ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ વાધેલા નામનાં પોલીસકર્મી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પોલીસકર્મીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને અનેકો વાર શારીરિક સંબંધ બાંધ્યો અને દોઢ વર્ષનાં પ્રેમસંબંધ પછી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસકર્મીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન ન કરતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યુ હતુ કે, આરોપી પોલીસકર્મીની પત્નિનું અગાઉ મૃત્યુ થઇ ચુક્યુ છે અને તેનાં બાળકો પણ છે ત્યારે આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે પોલીસ કોન્સટેબલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.