Not Set/ CM કેજરીવાલે દિલ્હીવાસીઓને કરી અપીલ, ડોનેટ કરો પ્લાઝ્મા અને બચાવો લોકોનો જીવ

કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, કોરોના વાયરસની સ્થિતિ વિશે માહિતી આપતા, દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અપીલ કરી છે કે ઠીક થયેલા તમામ કોરોના દર્દીઓએ આગળ આવીને પ્લાઝ્માનું દાન કરવું જોઈએ જેથી મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય. CM કેજરીવાલે કહ્યું, “જો […]

India
af5944afec6a200d29e31f1a0cc5de53 1 CM કેજરીવાલે દિલ્હીવાસીઓને કરી અપીલ, ડોનેટ કરો પ્લાઝ્મા અને બચાવો લોકોનો જીવ

કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે, કોરોના વાયરસની સ્થિતિ વિશે માહિતી આપતા, દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અપીલ કરી છે કે ઠીક થયેલા તમામ કોરોના દર્દીઓએ આગળ આવીને પ્લાઝ્માનું દાન કરવું જોઈએ જેથી મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય.

CM કેજરીવાલે કહ્યું, “જો તમે કોરોનાથી સ્વસ્થ થયા છો, અને 14 દિવસ થયા છે અને તમારી ઉંમર 18-60 વર્ષની વચ્ચે છે. જો તમારું વજન 50 કિલોથી વધુ છે તો તમે કોરોના દર્દી માટે પ્લાઝ્મા દાન કરી શકો છો. જો કે, જે મહિલાઓ એકવાર માતા પણ બની ગઈ છે, તેઓ પ્લાઝ્માનું દાન કરી શકશે નહી. સુગરનાં દર્દીઓ, હાયપરટેન્શન અથવા બી.પી. 14૦ કરતા વધારે છે, તેઓ પ્લાઝ્મા આપી શકશે નહી. આ સાથે કેન્સર સર્વાઇવર પણ દાન કરી શકશે નહી. કિડની, હ્રદયરોગનાં દર્દીઓ પ્લાઝ્મા આપી શકશે નહી.”

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી લોકોને પ્લાઝ્મા લેવામાં મુશ્કેલી આવી રહી હતી. હવે પ્લાઝ્મા બેંકની રચના સાથે, આશા છે કે લોકોની મુશ્કેલીઓ ઓછી થશે. પરંતુ આ પ્લાઝ્મા ત્યારે જ સફળ થશે જ્યારે લોકો આગળ આવશે અને પ્લાઝ્માનું દાન કરશે. જેઓ કોરોનાથી ઠીક થયા છે તેઓ આગળ આવે અને પ્લાઝ્માનું દાન કરે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના વાયરસની રસી હજુ સુધી સામે આવી નથી, રોગચાળાથી જીવ બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે. સીએમ કેજરીવાલે પણ આ અભિયાનમાં મીડિયા કર્મચારીઓની મદદ માંગી છે, તેમણે મીડિયાને લોકોને આ વિશે જાગૃત કરવા વિનંતી કરી છે અને તેમાં ખતરો કે ભય જેવું કંઈ નથી તેવું જણાવ્યું છે.

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, પ્લાઝ્મા દાન માત્ર એવા લોકો જ કરી શકે છે જેઓ કોરોનાથી ઠીક થયા છે, જેમની ઉંમર 18 થી 60 વર્ષની છે અને જેમનું વજન 50 કિલોથી વધારે છે. જો તમે લાયક છો અને પ્લાઝ્મા દાન કરવા ઇચ્છુક છો, તો તમે અમને 1031 પર કોલ કરી શકો છો અથવા તમે અમને 8800007722 પર વોટ્સએપ કરી શકો છો. જે પછી અમારા ડોક્ટર તમારી યોગ્યતાની તપાસ માટે તમારો સંપર્ક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.