સરકારી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા અનેક ભેજાબાજ સામે આવી ચુક્યા છે, એવામાં હવે સીબીઆઈએ વડા પ્રધાનના મુખ્ય સચિવના વિશેષ સહાયક બનીને છેતરપિંડી કરનાર એક શખ્સની સામે વિવિધ ગુનાહિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ છેતરપિંડી કરનાર શખ્સ સંરક્ષણ ડીલને લગતી કામગીરી કરાવવાની ખાતરી પણ આપી રહ્યો હતો, જો કે પીએમઓમાં ન તો આ નામનો કોઈ વ્યક્તિ હતો કે ન તો આવી કોઈ પોસ્ટ..
સીબીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન કાર્યાલયના સહાયક નિયામક પી.કે. ઇસ્સારએ આ સંદર્ભમાં સત્તાવાર રીતે સીબીઆઈને ફરિયાદ કરી હતી. એવું કહેવામાં આવતું હતું કે, તેમને બોઇંગ ઈન્ડિયાના ચીફ ઓફ સ્ટાફ તરફથી ફરિયાદ મળી છે કે, તેમની ઓફિસમાંથી અનિરુધ સિંહ નામના વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તેમના દ્વારા સંરક્ષણ મંત્રાલયમાં કેટલાક સંરક્ષણ સોદા અંગે બોઇંગ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ પી કે મિશ્રાના વિશેષ સહાયક જીતેન્દ્રકુમાર સિંહ માટે કામ કરે છે.
આરોપ લગાવવામાં આવ્યા છે કે, છેતરપિંડી કરનારાએ બોઇંગ ઇન્ડિયાના અધિકારીઓને કહ્યું હતું કે, તે પીકે મિશ્રા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળાવી શકે છે, એટલે કે છેતરપિંડી કરનારાએ સંરક્ષણ સોદામાં દલાલીના નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ વડા પ્રધાન કાર્યાલય તરફથી ફરિયાદ મળ્યા પછી સીબીઆઈએ આ મામલે પ્રારંભિક તપાસ શરૂ કરી, તો જાણવા મળ્યું કે, બોઇંગ ઈન્ડિયા નંબરો પર કેટલાક ફોન નંબરો પર કોલ કરાયા હતા. વળી, તપાસ દરમિયાન સીબીઆઈને ખબર પડી કે, આ સમયે ન તો જીતેન્દ્રસિંહ નામનો વ્યક્તિ વડા પ્રધાનના મુખ્ય સચિવ સાથે કામ કરે છે કે ન તો આવી કોઈ પોસ્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.