Not Set/ બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા મુકાયા મુશ્કેલીમાં, આ ફિલ્મ બની મુસિબત

બોલિવૂડનાં નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા મુશ્કેલીમાં મુકાયા છે. તેલંગણા પોલીસે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમની આગામી ફિલ્મ મર્ડરને કારણે રામ ગોપાલ વર્માની મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2018 માં, તેલંગણાનાં મૃયલગુહામાં બનેલી ઓનર કિલિંગની સાચી ઘટનાનાં આધારીત ફિલ્મ બનાવી છે, જેના કારણે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે. કોર્ટના નિર્દેશ મુજબ તેલંગાણા પોલીસે ફિલ્મ […]

India
db7df363c8f0b0f2d1564185fcf504e0 બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા મુકાયા મુશ્કેલીમાં, આ ફિલ્મ બની મુસિબત
db7df363c8f0b0f2d1564185fcf504e0 બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા મુકાયા મુશ્કેલીમાં, આ ફિલ્મ બની મુસિબત

બોલિવૂડનાં નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા મુશ્કેલીમાં મુકાયા છે. તેલંગણા પોલીસે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમની આગામી ફિલ્મ મર્ડરને કારણે રામ ગોપાલ વર્માની મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2018 માં, તેલંગણાનાં મૃયલગુહામાં બનેલી ઓનર કિલિંગની સાચી ઘટનાનાં આધારીત ફિલ્મ બનાવી છે, જેના કારણે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે.

કોર્ટના નિર્દેશ મુજબ તેલંગાણા પોલીસે ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ એસસી/એસટી પીઓએ સુધારો અધિનિયમ, 2015 થી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેલંગાણા પોલીસનાં જણાવ્યા અનુસાર, આ ઓનર કિલિંગ કેસમાં માર્યા ગયેલા વ્યક્તિનાં પિતાએ કોર્ટમાં અરજી કરી હતી અને વિનંતી કરી હતી કે આ મામલે ફિલ્મ બનાવવી યોગ્ય નથી. આ અરજીની સુનાવણી બાદ કોર્ટે આ સૂચના આપી છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, વર્ષ 2018 માં ઓનર કિલિંગની દુ:ખદ ઘટના બની હતી, આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિનાં પિતાએ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, આ મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે અને નિર્ણય આવ્યો નથી. આ કિસ્સામાં, આ ઘટના પર ફિલ્મ બનાવવી જોઈએ નહીં. તેમણે ફિલ્મ નિર્દેશક પર આરોપ મૂક્યો કે તેઓ તેમની સંમતિ વિના તેમની અને તેમના પરિવાર સાથે સંબંધિત વસ્તુઓની તસવીરો બતાવે છે. જણાવી દઇએ કે, આ કેસમાં આરોપીએ પણ આપઘાત કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.