મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગે અહી પહેલા જ રેડ એલર્ટ જારી કરી દીધુ હતુ, નાણાંકીય રાજધાનીમાં રવિવારે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવા દરિયામાં હાઈટાઇડ શરૂ થઇ ગયુ છે, આપને જણાવી દઇએ કે, શનિવારે મુંબઇમાં લગભગ 82 મીમી જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક કલાકોમાં મુંબઇની આજુબાજુનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે.
હાઈટાઇડ આવવુ અથવા સમુદ્ર સપાટીનું વધવુ, ચંદ્ર અને સૂર્યથી ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણનાં બળ અને પૃથ્વીની પરિક્રમાને કારણે ઉદ્ભવે છે, પરંતુ બેરોમેટ્રીક દબાણનાં કારણેથી દરિયાની અંદર વાવાઝોડુ ઉઠે છે, જેના કારણથી દરિયામાં મોટા, ઝડપી અને શક્તિશાળી મોજા ઉઠે છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને BMC એ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. થાણે અને પાલઘરમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી જમા થઈ ગયું છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ આ વરસાદથી શહેરની જૂની ઇમારતોને ખતરો હોવાનો સંકેત આપ્યો છે.
#WATCH Maharashtra: High tide in Mumbai as heavy rain lashes the city. #MumbaiRains pic.twitter.com/SKKnB7foWF
— ANI (@ANI) July 5, 2020
Loading tweet…