કેન્દ્ર સરકારનાં એક ઉચ્ચ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે જો સુધારેલા નાગરિકત્વ કાયદા (સીએએ) સામે વિરોધીઓને કોઈ સૂચન હોય તો સરકાર તે સ્વીકારવા તૈયાર છે. સરકારની આવી ઓફર સીએએ વિરુદ્ધ દેશભરનાં વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આવી હતી.
સીએએ મામલે રસ્તાઓ પર વિરોધ કરી રહેલા લોકો પર એમ.એચ.એ. દ્વારા કહેવામાં આવ્યું કે, અમે બધાની સલાહ લીધા પછી અમે બિલ લાવ્યું છે, ચર્ચાઓ પણ થઈ છે. લોકોને વિરોધનો પણ અધિકાર છે. તેમને કોર્ટમાં જવાનો પણ અધિકાર છે. પરંતુ જે લોકો સૂચનો આપવા માંગે છે તેઓ આપી શકે છે, અમે નિયમ ઘડવાની પ્રક્રિયામાં છીએ.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું કે, “જો સીએએ અંગે કોઈ સૂચન આવે છે કે અમે તે કોઈ પણ દ્વારા સાંભળવા તૈયાર છીએ.” અમે સીએએ વિશે લોકોની મૂંઝવણને વિવિધ રીતે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ” સાથે જ સરકાર દ્વારા આડકતરી રીતે તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, સૂચનો આવકાર્ય છે પરંતુ અમલ તો થશે જ અને તે પણ કેન્દ્રની સત્તામાં છે કે કયા રાજ્યમાં અમલ કરવામાં આવશે અને ક્યા રાજ્યોમાં નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.