આજે દેશમાં CAA ને લઇને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે પ્રદર્શનકારીઓ તે આશા પણ રાખીને બેઠા છે કે સરકાર તરફથી આ કાયદા અંગે ફેર વિચારણા કરવામાં આવે અને તેને થઇ શકે તેટલો જલ્દી પાછો ખેંચવામાં આવે. પરંતુ પ્રદર્શનકારીઓની આ આશાઓ પર ગૃહમંત્રી અમિત શાહે આજે એકવાર ફરી પાણી ફેરવી દીધુ છે.
આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં સમર્થનમાં લખનઉનાં બંગલા બજાર સ્થિત રામકથા પાર્ક ખાતે એક રેલીને સંબોધન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે CAA ને લઇને સરકારની સ્થિતિ એકવાર ફરી સ્પષ્ટ કરી દીધી હતી. જણાવી દઇએ કે, આ રેલીમાં પ્રદેશનાં તમામ 16 જિલ્લામાંથી આશરે એક લાખ લોકો આવ્યા છે. અમિત શાહ પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સ્વતત્રદેવસિંહ અને સીએમ યોગી આદિત્યનાથે રેલીને સંબોધન કર્યું હતું. સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિતનાં તમામ ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ આ રેલીમાં જોડાયા હતા.
સરકારનાં જુના રાગને એકવાર ફરી લોકો સમક્ષ રાખતા સ્વતંત્રદેવસિંહે કહ્યું કે, સીએએ દ્વારા કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. સીએમ યોગીએ કહ્યું કે, જો જૂઠું વારંવાર કહેવામાં આવે તો તે સાચું થતું નથી. 1947 પછી પહેલીવાર દેશમાં આવી સરકારની રચના કરવામાં આવી છે, જે લોકોનાં હિત માટે કામ કરી રહી છે. પરંતુ કોંગ્રેસ સતત દેશનાં ભાગલા પાડવામાં વ્યસ્ત છે. સીએએ નાગરિકત્વ આપવાનો કાયદો છે તેમ છતા કોંગ્રેસ અફવાઓ ફેલાવીને દેશને તોડવાનો સતત પ્રયાસ કરી રહી છે.
દુષ્ટપ્રચાર કરી દેશને તોડનારા લોકોનાં કારણે આજે ભાજપે આ જન જાગૃતિ અભિયાન હાથ ધરવાની જરૂર પડી છે. તેમણે કહ્યું કે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે સીએએ દ્વારા દેશનાં મુસ્લિમોની નાગરિકતા છીનવાઇ જશે. મમતા દીદી, અખિલેશ, રાહુલ બાબા તમે લોકો સ્ટેજ શોધી કાઠો. અમારા સ્વતંત્રદેવ આ મુદ્દે તમારી સાથે ચર્ચા કરી લેશે. આ કાયદામાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં લઘુમતીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.