નાગરિકત્વ બિલ અંગે વધતા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યુ કે, દિલ્હીમાં હિંસા ફેલાવનારાઓની કોંગ્રેસની આગેવાનીવાળી ટુકડે-ટુકડે ગેંગને પાઠ ભણાવવાનો સમય હવે આવી ગયો છે. અમિત શાહે દિલ્હીની જનતાને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રાજધાનીમાં હિંસા ફેલાવનારા પક્ષોને પાઠ ભણાવવાની અપીલ કરી હતી.
નાગરિકતા સુધારણા કાયદા પર હિંસા ફેલાવનારા વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી ટુકડે-ટુકડે ગેંગને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે અને તેને પાઠ ભણાવવો જોઈએ. તેમણે કહ્યું કે, દિલ્હીમાં અશાંતિ માટે કોંગ્રેસ પાર્ટીનાં નેતૃત્વમાં ટૂકડે-ટૂકડે ગેંગ જવાબદાર છે. હવે તેમને સજા આપવાનો સમય આવી ગયો છે. અમિત શાહે નાગરિકત્વ કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસને દોષી ઠેરવતા કહ્યું કે, સંસદમાં નાગરિકતા સુધારણા કાયદાની ચર્ચા થઈ હતી. કોઈએ (વિરોધી પક્ષો) કંઈપણ કહ્યું નહીં, પરંતુ સંસદમાંથી બહાર આવ્યા પછી આ લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ સાથે જ તેમણે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કેજરીવાલને મુખ્યમંત્રી બને હવે લગભગ 60 મહિના થયા છે, પરંતુ આજ સુધી તેમના વચનો તેઓ પૂરા કરી શક્યા નથી. અમિત શાહે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકારનાં વચનો હજી પણ પૂરા થવાના નથી, માત્ર જાહેરાત કરીને તેઓ લોકોને છેતરી રહ્યા છે. કેજરીવાલની ઝાટકણી કાઠતા અમિત શાહે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ નવુ નવુ કઇક કરતા જ રહે છે. તેમણે કેજરીવાલ સરકારને વિકાસ વિરોધી ગણાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.