અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મહિલાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાને લઈને ફરિયાદ નોંધાવી. પતિના અત્યાચારનો સામનો કરી રહેલ મહિલાએ અભયમ 181 મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને જાણ કરી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ એક સ્ટોક બ્રોકર છે અને બે સોદામાં પૈસા ગુમાવતા પરિવાર નાણાંકીય તંગીનો સામનો કરી રહ્યું છે. આર્થિક રીતે નુકસાન થતા પતિ દ્વારા તેમના પર ત્રાસ આપવાની શરૂઆત થઈ.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે પતિને નાણાંકીય નુકસાન થતા તે તેમને સહયોગ આપી રહી હતી. છતાં પતિ દ્વારા વારંવાર માર મારવામાં આવતો. પરિવારની પ્રતિષ્ઠાના ડરથી મહિલાએ મૌન રાખી પતિનો અત્યાચાર સહન કર્યો. પરંતુ પતિ દ્વારા ખોરાકથી લઈને તમામ બાબતોમાં વધુ પડતી દખલગીરી થવા લાગી અને અત્યાચાર વધવા લાગતા અંતિ મહિલાએ મદદ માટે અભયમ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી. આ એકમાત્ર કેસ નથી જેમાં સભ્ય લાગતા પરિવારો પર મહિલા પર અત્યાચાર કરવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ છે જ્યાં પુરુષની નિષ્ફળતા અથવા પુત્રને જન્મ ના આપવા જેવી બાબતો પર આજે પણ મહિલાઓ પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે.
મહિલાઓ પર અત્યાચાર વધ્યા
અભયમ 181 મહિલા હેલ્પલાઈન પર ઘરેલુ હિંસા સંબંધિત સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં 74,949 કોલ્સ પ્રાપ્ત થયા હતા. જે મુજબ અભયમ હેલ્પલાઈનને અંદાજે દરરોજ સરેરાશ 276 કોલ આવતા હોય છે. મહત્વની વાત એ સામે આવી છે કે કોરોના સમયગાળા બાદ આ કોલ્સમાં અંદાજે 40 ટકા વધારો થયો છે. એમ કહી શકાય કે દર પાંચ મિનિટે કોઈ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.
કોરોના બાદ અભયમ હેલ્પ લાઈન પર વધ્યા કોલ્સ
આ મામલે અભયમ હેલ્પલાઈનના સંયોજક ફાલ્ગુની પટેલ જણાવે છે કે લોકડાઉન સમયગાળો અને તેના બાદ ઘરેલ હિંસાના કેસમાં તીવ્ર વધારો નોંધાયો હતો. કેમકે કોરોના સમય દરમ્યાન લોકો ઘરે રહેતા હતા. જેના કારણે વધુ નિકટ રહેતા અને કેટલાક કિસ્સામાં વધુ નિકટતા ઝગડાનું કારણ બનતી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેઓ કહે છે કે આશ્ચર્યની વાત એ છે કે ઘરેલુ હિંસા મામલે ઉંમર, લગ્નનો સમયગાળો અથવા સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ જેવી બાબતોથી કોઈ ફરક પડતો નથી. અમને તમામ સ્તરોમાંથી કેસ મળી રહ્યા છે.
અમદાવાદ શહેર માટે, 2021 અને 2023 ની વચ્ચે સરેરાશ દૈનિક કોલ વોલ્યુમમાં 44% જેટલો વધારો થયો છે. જેમાં સામે આવેલ ડેટા મુજબ 2020 થી 2021 સુધી, વર્ષ-દર-વર્ષનો વધારો 20% હતો, જે 2022 માટે 10% પર થોડો ઘટાડો થયો હતો અને પછી 2023 માટે અત્યાર સુધીમાં 17% વધ્યો હતો. એકંદરે, 2021 ની તુલનામાં, રાજ્યમાં 2023 માં સપ્ટેમ્બર સુધી 27% નો વધારો નોંધાયો છે.
નાણાંકીય તંગી મુખ્ય કારણ
અમદાવાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2020 પછી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે. જેમાં ઘરેલું હિંસા માટે નાણાકીય તકલીફ હંમેશા મુખ્ય કારણ છે, પરંતુ લગ્નેતર સંબંધો, તણાવ અને ઘરેલું ઝઘડા જેવા અન્ય પરિબળો પણ ઝઘડાના મહત્વના કારણોમાંના એક હોવાનું માનવામાં આવે છે. પોલીસ કહે છે કે નોંધાયેલા એક કેસની સામે, ઘણા એવા કેસ હશે જેની જાણ ન થઈ હોય. આ મામલે મહિલાઓને જાગૃત બની ફરિયાદ કરવા તેમજ કાનૂની ઉપાયોની મદદ લેવા સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Florida Shootings/ ફ્લોરિડામાં હેલોવીન પાર્ટી દરમિયાન ગોળીબારમાં બેના મોત, 16 અન્ય ઘાયલ,એક આરોપીની કરાઈ ધરપકડ
આ પણ વાંચો : Supreme Court/ દિલ્હી લિકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
આ પણ વાંચો : UP ACCIDENT/ ઉ.પ્ર.માં સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર, ચાર બાળકો સહિત પાંચના મોત