એસ્ટ્રોલોજીમાં માસ્ટર કોર્સ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ હવે ઇગ્નું (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી)માં જોડાઇ શકે છે. વર્તમાન સમયમાં યુવાનો જ્યોતિષવિદ્યાના વિષયને પસંદ કરી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં આ વિષયમાં માસ્ટર કરી પોતાનું ભાવિ ઉજ્જવળ કરવા ઇચ્છે છે. ત્યારે ઇગ્નું દ્ધારા એસ્ટ્રોલોજી વિષયમાં માસ્ટર કરી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં માસ્ટર કોર્સ કરવા ઇચ્છતા યુવાનો હવે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટી (IGNOU)માં આ કોર્સ કરી શકશે. ઇગ્નુંએ જ્યોતિષવિદ્યામાં માસ્ટરનો કાર્યક્રમ શરૂ કર્યો છે. ઇગ્નૂએ સત્તાવાર સૂચના જારી કરીને આ જાહેરાત કરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
કયા વિદ્યાર્થિઓ કરી શકે છે અરજી
સ્નાતક થયેલા કોઇ પણ યુવાન આ કોર્ષમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે એસ્ટ્રોલોજીના આ કોર્સનો સમયગાળો બે વર્ષનો રહેશે. અને તે માત્ર હિન્દી ભાષામાં જ થઇ શકશે. જે પણ યુવાન જ્યોતિષ વિદ્યામાં રસ ધરાવતા હોય અને તેમને લાગે કે મારે તેનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવુ છે, તેના માટે હવે ઇગ્નુંના દ્ધાર ઓપન છે. પણ હા આ માટે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ જ એપ્લાય કરી શકશે વાત ખાસ યાદ રાખજો.
કોર્સ ફી
એસ્ટ્રોલોજીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થિએ 12,600 રૂપિયા કુલ ફી ચૂકવવી પડશે. આ ફી બે હપ્તામાં ભરવાની છે જેથી વિદ્યાર્થિઓને રાહત રહે. આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થિ રજિસ્ટ્રેશન કરાવશે ત્યારે તેની માટે 200 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.
અરજી કેવી રીતે કરશો
આ કાર્યક્રમ દેશભરના જુદા-જુદા રાજ્યોના 57 ઇગ્નૂના પ્રાદેશિક કેન્દ્રો પર રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પ્રવેશ પોર્ટલ પર ઓગન એન્ડ ડિસ્ટન્સ મોડ(ઓડીએલ) દ્ધારા ઇગ્નૂ જુલાઈ 2021 ના સત્ર માટે ઓનલાઇન અરજી કરી શકે છે.