Not Set/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ

ગુજરાતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે મોટી સંખ્યામાં લોકોએ ફ્રોર્મ ભર્યા હતા. જેને લઇને વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા મહિનાઓથી મહેનત કરી રહ્યા છે. પરંતુ મળી રહેલી માહિતી અનુસાર આ બે પરીક્ષા જે ઓક્ટોબરની 20 તારીખે […]

Top Stories Gujarat Others
43 2 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ

ગુજરાતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે મોટી સંખ્યામાં લોકોએ ફ્રોર્મ ભર્યા હતા. જેને લઇને વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા મહિનાઓથી મહેનત કરી રહ્યા છે. પરંતુ મળી રહેલી માહિતી અનુસાર આ બે પરીક્ષા જે ઓક્ટોબરની 20 તારીખે લેવાની હતી તેને રદ્દ કરી દેવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓ ઘણા નારાજ થયા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બે પરીક્ષાઓ હાલ રદ્દ કરાઇ છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરાઇ છે. આગામી 20મી ઓકટોબરે પરીક્ષાનું આયોજન થયું હતું પણ અચાનક જ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી. આ પરીક્ષા રદ્દ કરાતાં અંદાજીત 11 લાખ ઉમેદવારોને અસર થશે. જેને લઇને ઉમેદવારોનો આક્રોશ સામે આવ્યો છે. કુલ 3,738 જગ્યાઓ માટે રાજ્યભરમાં આ પરીક્ષા યોજાવાની હતી..પરંતુ અચાનક જ રાજ્ય સરકારનાં આદેશ બાદ પરીક્ષા મોકુફ કરાઇ હોવાની સત્તાવાર જાહેરાત થતાં પછી નવી તારીખ જાહેર કરાશે તેવી જાણકારી સામે આવી છે. જેને લઇને ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.