બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગુરુવારે અવસાન થયું. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન રાણીના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત શાહી પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.એલિઝાબેથ દ્વિતીય વિશે વાત કરીએ તો લગભગ સાત દાયકાથી આ મહારાણી એલિઝાબેથ બ્રિટનના શાહી પરિવાર અને રજવાડાને સંભાળી રહ્યાં છે. ચાલો એલિઝાબેથ દ્વિતીયના જીવન સાથે જોડાયેલ કેટલીક મહત્વપૂર્ણ માહિતી પર પણ એક નજર કરીએ.
નૌકાદળના અધિકારી સાથે લગ્ન
એલિઝાબેથ પ્રિન્સ આલ્બર્ટ, યોર્કના ડ્યુક અને તેમની પત્ની લેડી એલિઝાબેથ બોવ્સ-લ્યોનની સૌથી મોટી પુત્રી છે. એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. રાણી એલિઝાબેથનું પૂરું નામ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર છે. રાણી એલિઝાબેથે પોતાનો અભ્યાસ ઘરે જ પૂરો કર્યો. 1947 માં, તેઓએ દૂરના પિતરાઈ ભાઈ, લેફ્ટનન્ટ ફિલિપ માઉન્ટબેટન, નૌકાદળના અધિકારી સાથે લગ્ન કર્યા જે ફિલિપ ગ્રીસના પ્રિન્સ એન્ડ્રુના પુત્ર અને રાણી વિક્ટોરિયાના પ્રપૌત્ર હતા.
કેન્યા પ્રવાસ દરમિયાન પિતાનું અવસાન થયું
1948 માં, બંનેને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ પ્રિન્સ ચાર્લ્સ હતું. અને બે વર્ષ પછી એક પુત્રીનો જન્મ થયો જે પાછળથી પ્રિન્સેસ એની બની. લગ્નના લગભગ પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ 1952માં પ્રિન્સ ફિલિપ, પ્રિન્સેસ એલિઝાબેથ કેન્યાના પ્રવાસે ગયા. પરંતુ કેન્યાની આ મુલાકાત દરમિયાન તેમના જીવનમાં બધું જ બદલાઈ ગયું. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ જેઓ લાંબા સમયથી બીમાર હતા તેમનું નિધન થયું. પિતાનું નિધન થયું ત્યારે એલિઝાબેથ કેન્યામાં જ હતા.
1951માં બ્રિટનની ગાદી
પિતાના મૃત્યુના સમાચાર મળ્યા પછી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ તેમની રજાઓ અધવચ્ચે રદ કરી બ્રિટન જવા રવાના થયા. પિતાના મૃત્યુ પછી, તે સ્પષ્ટ હતું કે બ્રિટનને નવી રાણી મળવાની હતી. આ પછી એલિઝાબેથ દ્ધિતીયને 6 ફેબ્રુઆરી 1952 ના રોજ બ્રિટનની રાણી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહારાણીનો સત્તાવાર રીતે રાજ્યભિષેક 2 જૂન 1953 ના રોજ થયો હતો.
માત્ર 25 વર્ષની વયે ગાદી મળી
મહારાણી એલિઝાબેથ દ્ધિતીય માત્ર 25 વર્ષના હતા જ્યારે તેમને બ્રિટનની ગાદી સોંપવામાં આવી. ત્યારથી તેઓ લગભગ સાત દાયકા સુધી આ સિંહાસન પર બિરાજમાન છે. તે બ્રિટનમાં સત્તા સંભાળનાર સૌથી વૃદ્ધ મહિલા પણ છે. નોંધનીય છે કે બ્રિટનના રાણી એલિઝાબેથ ભારતની મુલાકાતે પણ આવ્યા હતા.
એલિઝાબેથે ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી
રાણી એલિઝાબેથે 1961, 1983 અને 1997માં ભારતની મુલાકાત લીધી હતી, પરંતુ ભારતની આઝાદીના લગભગ 15 વર્ષ પછી તેમની પ્રથમ મુલાકાત સૌથી અદભૂત હતી. ભારત પહોંચ્યા પછી, એલિઝાબેથ એ સ્થળ (રાજઘાટ) પર પણ ગયા હતા જ્યાં મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે પહેલા પોતાના સેન્ડલ ઉતાર્યા અને અંદર પ્રવેશ્યા. મહારાણીના નક્શે કદમ પર ચાલીને પ્રિન્સ ફિલિપે પણ પોતાના બૂટ બહાર ઉતારીને અંદર પ્રવેશ કર્યો હતો.
જ્યારે એલિઝાબેથ પ્રથમ વખત ભારત આવ્યા..
રાણી એલિઝાબેથ દ્વિતીયની ભારતની આ પ્રથમ શાહી મુલાકાત હતી. તત્કાલિન ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને અગાઉ દિલ્હી એરપોર્ટ પર શાહી દંપતીનું સ્વાગત કર્યું હતું. ભારતની મુલાકાત બાદ રાણીએ પાડોશી દેશો નેપાળ અને પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી. તે જ્યાં પણ જતા ત્યાં તેમની એક ઝલક મેળવવા લોકો પડાપડી કરતા હતા.