Vadodara News: દેશભરમાંથી અવારનવાર રસ્તાના નિર્માણ અને સમારકામમાં બેદરકારીના બનાવો સામે આવે છે. હાલમાં જ દિલ્લી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અલવર પાસે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઉછળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
NHAIએ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મામલાની તટસ્થ તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. અત્યારે તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના આદેશ પર સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે અને જવાબદારોને સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સમયમર્યાદામાં રસ્તાનું સમારકામ નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ કરાયો છે. જ્યારે ટીમ લીડર-કમ-રેસિડેન્ટ એન્જિનિયર અને સાઇટ એન્જિનિયરને બરતરફ કરાયા છે.
With just 3 months left to beat Amrikaa, @nitin_gadkari ji is building roads like a Formula 1 track!
Meanwhile, this is the ‘premium’ quality of our ₹1,05,000 Cr Delhi-Mumbai Expressway! A whopping 77 Cr is spent on a kilometer of this road and this is how it looks without any… pic.twitter.com/BcXuZuqTLo
— Congress Kerala (@INCKerala) September 11, 2024
PD અને મેનેજર( ટેકનિક્લ)ને કારણદર્શન નોટિસ આપવામાં આવી છે વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેને સુપર એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે.રાજસ્થાનના અલવર અને દૌસા વિસ્તારમાં આ એક્સપ્રેસ વે પર રસ્તાની અસામનતા, ઊંચાઈ, ખાડાઓ વગેરેના કારણે સૌથી વધુ માર્ગ અકસ્માત થાય છે.
આ પણ વાંચો:વડોદરામાં લાંચ કેસમાં ફરાર ખાનગી શખ્સની ધરપકડ
આ પણ વાંચો:વડોદરામાં સાડા પાંચ વર્ષની બાળકીએ કર્યુ અઠાઈનું આકરું તપ
આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી