રામ નવમી હિંસા/ હિંમતનગરમાં હિંસા અને અશાંતિનો મામલો : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બેઠક

હિંમતનગર એસપી ઓફીસ ખાતે યજાયેલી આ બેઠકમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, રેન્જ આઈજી, SP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા

Top Stories Gujarat
Untitled 6 12 હિંમતનગરમાં હિંસા અને અશાંતિનો મામલો : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બેઠક

રવિવારે રામનવમી નિમિત્તે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ભગવાન રામજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને શોભાયાત્રા દરમિયાન હિંસા ભડકી હતી. શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ સોમવારના દિવસે શાંતિ જોવા મળી હતી. પરંતુ હિંમતનગરમાં સોમવારના મોડી રાત્રીના એક વખત હિંસા ભડકી હોવાનું સામે આવ્યું છે. હિંમતનગરમાં રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં હિંસા થઈ ગઈ હતી. જેને પગલે ગૃહમંત્રી અને પોલીસ વડા સહિતના લેવલે ઉચ્ચ સતરીય બેઠક યોજવામાં  હિમતનગર એસપી કચેરી ખાતે યોજાઇ હતી.

હિંમતનગર એસપી ઓફીસ ખાતે યજાયેલી આ બેઠકમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, રેન્જ આઈજી, SP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

નોધનીય છે કે, મંગલવારની મોડી રાત્રે ફરીએકવાર હિમતનગરના વણઝારાવાસ, હસનનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ બોંબ પણ ફેંકાયા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા. આ હિંસામાં દરમિયાન પોલીસ 6 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટોળાને શાંત પાડવામાં આવ્યું હતું.

આ સિવાય 100 લોકોના ટોળા સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેની સાથે અવારનવાર હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ કારણોસર તેઓ પોતાનો સામાન લઇને સ્થળાંતરીત થવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. તે પોતાના ઘર સામાન અને અન્ય જરૂરી સામાનને અન્ય જગ્યાએ લઇ જવા માટે મજબૂર બન્યા છે. પોલીસ ટીમ દ્વારા દરેકને સમજાવવામાં આવી રહ્યા છે.

હાર્દિકને હાશકારો /  હાર્દિક પટેલનો ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક