ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ વિરુદ્ધ કેસ ની વિગતો સામે આવી,
છેલ્લા 2 વર્ષમાં 12 કેસો દાખલ કરાયા,
ACB દ્વારા કરવામાં આવ્યા કેસ,
સરકારી કર્મચારીઓને હોદ્દાને અનુસાર મળતા પગાર તથા ભથ્થા ની રકમ મળતી હોય છે. છતાય પૈસાની લાલચ અને લોભ રોકી શકતા નથી અને વધુ પૈસા કમાવવાની લાલચમાં ભ્રષ્ટાચાર કરતા પણ અચકાતા નથી. છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન બ્યુરોએ આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે.
સરકારના બધાજ વિભાગોમાં જો સૌથી વધુ કરપ્ટ વિભાગ તરીકે જાણીતું છે ગુજરાત જમીન વિકાસ નિગમ. આ વિભાગમાં મોટા પ્રમાણમાં લંચ અને ભ્રસ્તાચારના કેસ નોધાયા છે.
હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ગૃહમાં આ ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ ચાલી રહેલા કેસની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બહુજ ચોકાવનારી વિગતો સામે આવી છે.
ગુજરાત જમીન વિકાસ નિગમના કર્મચારીઓ વિરુદ્ધ કેસ ની વિગતોમાં ઘણા બધા કૌભાંડો થયા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં 12 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
એન્ટી કરપ્શન બ્યુરોએ છેલ્લા બે વર્ષમાં 12 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તો 5 કર્મચારીઓની ધરપકડ કરી છે. 3 આરોપીઓ વિરુદ્ધ તાપસ શરૂ કરી છે. 2 આરોપીઓની ધરપકડ બાબતે હાઇકોર્ટએ સ્ટે ઓર્ડર આપ્યો છે.
અંતે ગુજરાત જમીન વિકાસ નિગમમાં મોટું કૌભાંડ થતા સરકારે નિગમ બંધ કરવાની ફરજ પડી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…