Gujarat News: મહારાષ્ટ્રમાં ગંભીર બીમારી ઝીકા વાઈરસના પોઝિટિવ કેસ નોંધાતા પાસેના રાજ્યોમાં એલર્ટની સ્થિતિ જોવા મળી. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે મુસાફરોની અવર-જવર વધુ રહેતી હોય છે આ બાબતને ધ્યાને રાખતા ગુજરાત સરકાર વધુ એલર્ટ બનતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાઈરસના 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા. આ સાથે દેશના તમામ રાજ્યોમાં ઝીકા વાઈરસને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્યે પણ ઝીકા વાઈરસ ગંભીર બીમારી હોવાનું ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું. અને રાજ્યના તમામ CDHO અને MOH સાથે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ કરી મીટિંગ કરી. આ મીટિંગમાં બીમારીને લઈને કેવા પગલાં લેવા તેને લઈને ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સામાન્ય નાગરિકો આ બીમારીના લક્ષણોથી માહિતગાર થાય તેને લઈને સૂચનો આપવામાં આવ્યા.
આરોગ્ય વિભાગે યોજી બેઠક
રાજ્યના આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલ માહિતી આપતા જણાવ્યું કે અગાઉ 2016માં ગુજરાતમાં ઝીકા વાઈરસનો કેસ નોંધાયો હતો. તેના બાદ અન્ય રાજ્યોમાં પણ વાઈરસ ફેલાયો હતો. આ વખતે મહારાષ્ટ્રમાં 4 પોઝીટીવ કેસ નોંધાતા આપણે પણ વધુ એલર્ટ થવું પડશે. આથી રાજ્યના તમામ હેલ્થ ઓફિસરોને સાવચેતી રાખવા જાણ કરાઈ.
સ્વચ્છતા પર મૂક્યો ભાર
વધુમાં ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે ઝીકા વાઈરસ ડેન્ગયુ અને કોરોના પણ ખતરનાક બીમારી છે. કારણ કે જો સગર્ભા માતા આ બીમારીને ઝપટેમાં આવે તો બાળકનું મગજ નાનું અથવા માનસિક ક્ષતિ રહેવાનું જોખમ વધુ રહે છે. આ બીમારીના સામાન્ય લક્ષણોમાં તાવ આવવો, આંખો લાલ થવી, માથામાં દુઃખાવો અને ચામડી પર દાણા દેખાય છે. આ વાઇરસ ડેન્ગયુની જેમ મચ્છરથી ફેલાય છે. આથી જ આવા વરસાદી માહોલમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા કોપોર્રેશનને ફોગનો છંટકાવ કરવા જેવા જરૂરી પગલા લેવાના આદેશો અપાયા છે. વહીવટીતંત્ર ઉપરાંત લોકોએ પણ વાઈરસથી બચવા જાગૃત બની ઘર અને ઓફિસમાં સ્વચ્છતા રાખવી જોઈએ.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…