કેશોદમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બબાલ જોવા માળી હતી. ખેડૂતો અને ખરીદ અધિકારીઓ વચ્ચે ભારે રકઝક થઇ હતી. વાત જાણે એમ છે કે, ખરીદ અધિકારીઓ દ્વારા ખેડૂતોનો માલ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. માલ અસ્વીકાર કરવાનું સરકારી કારણ આપવામાં આવ્યું માલ એટલે કે મગફળીમાં હવા(ભેજ)નું પ્રમાણ વધુ હોવાનું આપવામાં આવ્યું હતું.
ખેડૂતોનો માલ અસ્વીકાર કરાતા ખેડૂતો દ્વારા આ મામલે ભારે રકઝક કરવામાં આવી, પરંતુ અધિકારી દ્વારા કોઇ પણ દલિલ સ્વાકારવામાં આવી રહી નહોતી, ખેડૂતોમાં આજ કારણે ભારે રોષ જોવા માળી રહ્યો હતો. ત્યારે જ ખેડૂતો દ્વારા એક કીમિયો અજમાવવામાં આવ્યો હતો. ખેડૂતે પોતાના મશીનમાં મગફળીની હવા ચેક કરી હતી. ખેડૂતના મશીનમાં મગફળીની હવા 5.7 નીકળી હતી. આપને જણાવી દઇએ કે, સરકારી મશીનમાં આજ મગફળીના હવા 8 થી વધુ નોંધવામાં આવી હતી. ખેડૂત દ્વારા રોષ ભેર સરકારી હવા માપવાના સાધનમાં ભૂલ હોવાનું શોધી કાળવામાં આવ્યું અને સરકારી અધિકારીઓની હવા ટાઇટ થઇ ગઇ હતી.
ખેડૂતો દ્વારા સમગ્ર મામલે ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. એક તો ખેડૂતો પોતાનાં માલનાં નુકસાનનાં કારણે પહેલેથી જ પરેશાન છે અને તેમા પણ રોજ કોઇને કોઇ નખરા સાથે ટેકાનાં ભાવની ખરીદીમાં પણ આ પ્રકારનાં નાટકો જોવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો આ મામલે ભારે રોષે ભરાયા હોવાનુું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.