Not Set/ RS ચૂંટણી : કિરીટસિંહ – પી કે વાલેરાએ ફોર્મ પાછું ખેચ્યા બાદ તમામ ઉમેદવારોને જાહેર કરાયા બિનહરીફ

ગાંધીનગર, ૨૩ માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચુંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો. રાજ્યસભાની ૪ સીટો માટે કુલ ૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના ૩, કોંગ્રેસના ૨ ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદાવરી નોધાવી હતી. પરંતુ ભાજપના ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણા અને પી કે વાલેરાએ પોતાનું ફોર્મ પાછુ ખેચી લીધું છે. […]

Gujarat
bjp RS ચૂંટણી : કિરીટસિંહ - પી કે વાલેરાએ ફોર્મ પાછું ખેચ્યા બાદ તમામ ઉમેદવારોને જાહેર કરાયા બિનહરીફ

ગાંધીનગર,

૨૩ માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચુંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો. રાજ્યસભાની ૪ સીટો માટે કુલ ૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના ૩, કોંગ્રેસના ૨ ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદાવરી નોધાવી હતી. પરંતુ ભાજપના ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણા અને પી કે વાલેરાએ પોતાનું ફોર્મ પાછુ ખેચી લીધું છે. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી યોજાઈ નહીં અને તમામ ચાર ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા જ્યારે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક કોંગ્રેસમાંથી રાજ્યસભામાં બિનહરીફ ઉમેદવાર તરીકે જશે

મહત્વનું છે કે, આ પહેલા રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. જયારે કોંગ્રેસમાંથી રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીયમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ જાહેર કર્યા હતા. પરંતુ કોંગ્રેસના પ્રવક્તા અમી યાજ્ઞિકની પસંદગી થતા પાર્ટીમાં અસંતોષ ફેલાયો છે. સોનલબેન પટેલે કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચના પ્રમુખ પદ પરથી તેમને રાજીનામું આપી દીધું હતું જયારે નારણ રાઠવાના નામ અંગે પણ છેલ્લી ઘડી સુધી અટકળો બાદ અંતે તેઓએ પોતાનું ફોર્મ ભર્યું હતું.