Banaskantha News: બનાસડેરી અને સરકારી પશુપાલન વિભાગ દ્વારા ખરવા મોવાસાના રોગને નાથવા માટે પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 16.49 લાખ પશુઓને ખરવા મોવાસાની રસી અપાઈ છે.
થોડા દિવસો અગાઉ ખરવા-મોવાસા રોગના કારણે પશુઓના મોત થતા બનાસકાંઠામાં હાહાકાર મચ્યો હતો. રોગને નાથવા 10 ફેબ્રુઆરીથી રસીકરણ કરવામાં આવ્યું હતું. ખરવા-મોવાસા રોગને નાથવા તેમજ નિયંત્રણ માટે રાજ્ય સરકારની યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા બનાસડેરી અને રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા રોગચાળો નાથવા સરકાર સજ્જ બની છે. તેમજ કટિબદ્ધ બની છે. પશુઓમાં રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 16 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વડિયામાં લગ્નસરાની મોસમમાં ફટાકડાથી કચરાઓનો ઢગલો જોવા મળ્યો
આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી
આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં