હાલમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં પણ આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને કાતિલ પવન ફૂંકાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડીગ્રીથી નીચે રહેવાની શક્યતા છે.
કચ્છ જીલ્લાનું વડું મથક એટલે ભુજ જયાં માત્ર ૭ ડીગ્રી તાપમાન નોધાયું હતું. તો નલિયા ખાતે ૮ ડીગ્રી તાપમાન નોધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. 24 કલાક રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી, તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી નોધાયું હતું.
રાજ્યમાં ધુમ્મસને કારણે દ્રશ્ય ક્ષમતા સાવ ઘટી ગઈ હતી અને નજીકનું પણ સ્પષ્ટ દેખાતું ન હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં હજુ ઠંડી વધશે અને 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ ગઇકાલે વાદળિયું વાતાવરણ હતું.
ગઇકાલે રાજ્યના સાત શહેરો એવા હતા જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થયો હતો.
જૂનાગઢમાં પણ હાડ થીજાવતી કાતિલ ઠંડી પડી રહીછે. ગિરનાર પર્વત પર શિતલહેર યથાવત છે. ગિરનાર પર્વત પર 4.5 ડીગ્રી તાપમાન નોધાયું હતું. જયારે શહેરમાં 9.5 ડિગ્રી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાયા હતા. જયારે ભવનાથ તળેટીમાં પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં સજ્જ નજરે પડ્યા હતા. કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.