@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ
ગુજરાતમાં કોરોના હજી રોકાવાનું નામ લેતો નથી. જો કે કેસની સંખ્યામાં ઘટાડો થયો છે તે રાહતનાં સમાચાર કહી શકાય છે. સાથે ચિંતાની વાત એ છે કે, કોરોના સામેનો જંગ જીતેલા દર્દીઓ પૈકી કેટલાંક દર્દીઓને ગુલિયન બેરે સિન્ડ્રોમ નામનો નવો રોગ લાગુ થયો હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું છે.
રાજ્યમાં તારીખ 23 ડિસેમ્બરની સ્થિતિ સુધીમાં 36 કેસ નોંધાયાં છે. કોરોના પછી મ્યુકોરમાઇસિસ અને હવે બુલિયન બેરો સિન્ડ્રોમનો રોગ સામેલ થયો છે. આ રોગમાં લકવાથી શરૂ કરીને દર્દીનાં મૃત્યુ સુધી જીવલેણ નિવડી શકતો હોવાનું તબીબી નિષ્ણાંતો માની રહ્યાં છે. કોરોના ઇન્ટેન્સિવ કેરનાં સ્પેશિયાલીસ્ટ ડો.મહર્ષિ દેસાઇનાં જણાવ્યા મુજબ કોરોના, મ્યુકોરમાઇસિસ પછી હવે ચેતાતંત્રની અસરને કારણે ભાગ્યે જ થતાં ગુલિયન બેરે સિન્ડ્રોમનાં દર્દીઓ સામે આવ્યા છે. આ રોગ પણ જીવલેણ પુરવાર થઇ શકે છે. આ રોગને લેબોરેટરી ટેસ્ટથી ચકાસી શકાતો નથી. તેને ક્લિનિકલ ડાયગ્નોસીસથી જ તપાસી શકાય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ આ વાતને સમર્થન આપ્યું છે.
ગુલિયન બેરે સિન્ડ્રોમનો પેથોલોજી ટેસ્ટ શક્ય નથી. પરંતુ કમરનાં ભાગેથી પાણી લઇને તેના પ્રોટીનનો ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીનાં નબળા પડી ગયેલા સ્નાયુઓને ઇલેટ્રોમાઇક્રોગ્રામ કરવામાં આવે અને તેના આધારે ક્લિનિકલ સારવાર કરવામાં આવે છે. જો કે આ પ્રકારે 6 સપ્તાહ સુધી સારવાર મળે તો 60 ટકા રિકવરી થઇ શકે છે. તો બીજીબાજુ દર્દીનાં ફેફ્સા સુધી અસર થાય તો આ રોગ જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. રાજ્યમાં ગુલિયન બેરે સિન્ડ્રોમ રોગનાં દર્દીની સંખ્યા 36 સુધી પહોંચતાં વધુ એક પડકાર ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ માટે ઉભો થયો છે. એકંદરે કોરોનામાંથી રાહત તો ગુલિયન બેરે સિન્ડ્રોમનાં રોગે ચિંતા જગાવી છે.
Covid-19 / દેશમાં રિકવરી રેટનાં ગ્રાફમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો …
Covid-19 / અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધ…
Covid-19 / કોરોનાનાં નવા સ્ટ્રેનથી વિશ્વભરમાં છે ફફડાટ, WHOએ બોલાવી ઈમર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…