ઘણીવાર એક નાની સરખી ભૂલ માણસની જિંદગીને ક્યાં થી ક્યાં લઈ જાય છે. આવો જ એક કિસ્સો એવ ભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. લોકો ભેગા તો થયા હતા ખુશીઓ મનાવવા માટે પણ કોઇની ભૂલને પરિણામે તેમને સીધી હોસ્પિટલ ભેગા કર્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા ખંભાળિયામાં બર્થ ડે પાર્ટી ઉજવવા માટે લોકો ભેગા થયા હતા. ખુબ ઉત્સાહ નો માહોલ હતો. બધાએ ભેગા મળીને કેક કાપી. ધમાલ મસ્તી કરી. પરંતુ કેક ખાધા બાદ બે મહિલા સહિત ચાર લોકોની તબિયત બગાડવા માનસી હતી.
તેમણે તાત્કાલિક અસરથી ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરની ટીમે તપસ કર્યા બાદ જણાવ્યું હતું કે તમામને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ઘટનાની જાણ થતાની સાથે જ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.