@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
હવે વાત કરીએ જામનગરની જી.જી.હોસ્પિટલની આધુનિક લોન્ડ્રી સિસ્ટમની. સારાવારની સાથે સાથે જીજી હોસ્પિટલમાં જ દર્દીઓના અને ડોક્ટરોના યુનિફોર્મ, ઓછાળ, ટુવાલ, ઓશીકાના કવર સહિતના કપડા ધોવા માટે એક આધુનિક લોન્ડ્રી પણ આવેલી છે. શું છે તેની ખાસીયત આવો જોઇએ….
- સારવારની સાથે સાથે રખાઇ છે સાવચેતી
- અત્યાધુનિક મશીનરીથી થાય છે અહીં કામકાજ
વાત કરીએ અહીના વોશિંગ મશિનની તો અહીં દર્દીઓના કપડા ધોવા માટેની છે ખાસ સુવિધા .જેથી દર્દીના કપડા બહાર ધોવા માટે આપવાની જરૂર રહેતી નથી. એટલું જ નહીં મશીન અધતન ટેકનોલોજીવાળા હોવાથી ઝડપથી કપડા ધોવાઇ પણ જાય છે અને સુકાય પણ જાય છે.
ગત તા.૨૬ નવેમ્બરના જામનગરના કલેકટરના હસ્તે આ લોન્ડ્રી વિભાગનું ઉદઘાટન થયું હતું. રૂ. ૬૦ લાખના ખર્ચે લોન્ડ્રીના ૩ સેટ અહીં આપવામાં આવ્યાં છે. જેમાં ૩ વોશિંગ મશીનના સેટ અને ૩ ડ્રાયરના સેટ છે. આ સેટ ટાટા કેમિકલ કંપની દ્વારા હોસ્પિટલને અર્પણ કરાયા હતા. જેમાં દરરોજના એક હજાર જેટલા કપડા ૧૦ કર્મચારીઓ દ્વારા ધોવામાં આવે છે. વોશીંગ મશીન એટલા આધુનિક છે કે જેમાં સવારે કપડા ધોવાઇ જાય છે અને સાંજે તે જ ધોયેલા કપડાનો ફરી ઉપયોગ થઇ શકે છે.
એટલું જ નહીં કોવિડ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી કોરોનાગ્રસ્તોના કપડા જુદી રીતે ધોવાની વ્યવસ્થા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના કપડા ધોવા માટે એક સેટ વોશીંગ મશીનનો અને એક ડ્રાયરનો ઉપયોગ કરવાની અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…