National News : તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે કપટપૂર્ણ ઇરાદાવાળા કેટલાક વ્યક્તિઓ કરદાતાઓને બનાવટી સમન્સ બનાવીને મોકલી રહ્યા છે, જેમની તપાસ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કરવામાં આવી રહી છે.
ફેક સમન્સ મોકલનાર ડિપાર્ટમેન્ટના લોગો અને ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN)ના ઉપયોગને કારણે અસલ સમન્સ સાથે ખૂબ નજીકથી મળતું આવે છે. જો કે, આ DIN નંબરો બનાવટી છે અને છેતરપિંડી કરનારાઓ દ્વારા દસ્તાવેજને વાસ્તવિક દેખાવા અને અસલી લાગે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ફરી એક વખત એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કરદાતાઓ CBIC ની વેબસાઇટ https://esanchar.cbic.gov.in/DIN/DINSearch પર ‘વેરિફાઇ સીબીઆઇસી-ડીઆઇએન’ વિન્ડોનો ઉપયોગ કરીને CBIC ના કોઇ પણ અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા કોઇ પણ કોમ્યુનિકેશન (સમન્સ સહિત)ની અસલિયતની સરળતાથી ચકાસણી કરી શકે છે.
DIN ની ખરાઈ કર્યા પછી જો કોઈ વ્યક્તિ કે કરદાતાને જણાય કે સમન્સ/પત્ર/નોટિસ બનાવટી છે, તો તેની જાણ તાત્કાલિક સંબંધિત કચેરીને કરવામાં આવી શકે છે. આનાથી સક્ષમ DGGI/CGST રચના નકલી સમન્સ/પત્ર/નોટિસનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ સામે કાયદાનું અમલીકરણ કરવા માટે કાર્યવાહી કરવા સક્ષમ બનશે.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં SGSTના દરોડા, વેપારીઓમાં ફફડાટ
આ પણ વાંચો: બજેટમાં સોના અને હીરા પર GST ઘટાડીને 1% કરવાની માંગ, જ્વેલરીની કિંમત ઘટાડવામાં કરશે મદદ
આ પણ વાંચો: GST છેતરપિંડીનો પર્દાફાશ: GSTના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રાન્સપોર્ટર્સ અને માફિયા કરોડોની કરચોરી સાથે જોડાયેલા