સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 12નું પરિણામ બપોરના 12 વાગે જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર કરતા જ બધા વિધાર્થીઓ પોતાનું પરિણામ જોવા માટે કોશિશ કરશે. વિદ્યાર્થીઓ ફોન-એસએમએસ દ્વારા પરિણામ મેળવી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)નું પરિણામે આજે શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામની રાહ લગભગ 11.87 લાખ જેટલા વિધાર્થીઓ જોઈ રહ્યા છે. જે લોકોએ આ પરીક્ષા આપી હતી. આ વખતે બોર્ડે 4138 પરીક્ષા કેન્દ્રો પર પર્રીક્ષાનું આયોજન કર્યું હતું અને 71 જેટલા કેન્દ્રો ભારતની બહાર પણ હતાં.
આ વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ.
પરીક્ષાથી જોડાયેલી લીંક પર ક્લિક કરીને અને બધી જાણકારીઓ ભરીને પરિણામ જાણી શકાશે.
વર્ષ 2016માં શરુ કરેલ DigiLocker પર પણ રિઝલ્ટ જોઈ શકાશે. બોર્ડ વેબસાઈટ સાથે ડીઝીલોકરના માધ્યમથી માર્કશીટ જાહેર કરે છે. તમે તમારા ફોન દ્વારા પણ ડીઝીટલ માર્કશીટ જોઈ શકો છો.
એસએમએસ દ્વારા જોઈ શકાશે પરિણામ.
cbse12 લખીને 7739299899 પર મોકલી શકો છો.
દેશના બીજા વિધાર્થીઓ માટે – 011-24300699