કચ્છમાં એક્સ આર્મી એસોસિએશન અને એનસીસી કેડેટ્સ દ્વારા આજથી સશસ્ત્ર ઝંડા દિવસની ઉજવણીનો આરંભ જિલ્લા કલેકટર કચેરીએથી કરવામાં આવ્યો હતો.
દેશના સીમાડાઓની રક્ષામાં પોતાના પ્રાણની આહુતિ આપી શહીદ થયા તેવા ભારતના વીર જવાનોના પરિવારજનો સ્વમાનભેર પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવા હેતુ સાથે પ્રતિવર્ષ સાત ડિસેમ્બરના સશસ્ત્ર ધ્વજદિન ઉજવાય છે. સૈન્યમાં ફરજ બજાવતા જવાનોને મદદરૂપ થવા માટે દર વર્ષે સશસ્ત્ર ઝંડા દિવસની 7 ડિસેમ્બરના ઉજવણી કરવામાં આવે છે.
કચ્છમાં પણ આજે એક્સ આર્મી એસોસિએશન અને એનસીસી સ્ટુડન્ટ દ્વારા વેલ્ફેર કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર એમ.નાગરાજન તેમજ અન્ય અધિકારી કર્મચારીઓને ફ્લેગ આપી યથાશક્તિ ફાળો લેવામાં આવ્યો હતો. જિલ્લા સમાહર્તાએ જણાવ્યું કે,આજથી 31 માર્ચ સુધી સૈન્ય માટે ફંડ ભેગું કરવાની કામગીરી ચાલશે.
કલેકટર કચેરીના સ્ટાફે ઉજવણી કરી દાન આપ્યું હતું. કચ્છનાં નાગરિકો,વિદ્યાર્થીઓ,ઉધોગપતિઓ પોતાની ફરજના ભાગરૂપે યથાશક્તિ યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.