દેશભરમાં આજે ૭૫માં સ્વતંત્રતા દિવસની હર્ષ ભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમની ઉજવણી મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં થઈ રહી છે. જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી રુપાણીએ ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી હતી. રાજ્યપાલ સહિત પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં છે. જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (15th August) ની ઉજવણી પર મુખ્યમંત્રી વિજય રૂપાણી બિલખા રોડ પરના PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો છે. તેમણે ધ્વજવંદન કર્યા બાદના સંબોધનમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાયો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગોધરા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ડે.સીએમ નીતિન પટેલે ધ્વજ વંદન કર્યું હતું. તમામ ધારાસભ્યો, અગ્રણીઓ,રહ્યા હાજર રહ્યા હતા.
ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી
ગાંધીનગર કમલમ ખાતે પણ ૭૫માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યું હતું.ગાંધીનગરમાં કાર્યક્રમ દરમ્યાન સી.આર.પાટીલે નેતૃત્વ પરિવર્તન મુદ્દે એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે, આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હાલનાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે. આ નિવેદન બાદ નેતૃત્વ પરિણામની અફવાઓ પર પૂર્ણવિરામ કરી દેવામાં આવ્યો છે. હવે 2022 માં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપ વિધાનસભા ચૂંટણી લડશે.
વડોદરા
વડોદરા ખાતે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન ધ્વજવંદન કરવામાં આવ્યું છે. કોવિડ ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં હાજર 6 જવાનો બેભાન થયા હતા. સ્વાતંત્ર્ય દિનની પરેડમાં આવેલા 6 જવાનો બેભાન ગૃહ પ્રધાનની ચાલુ સ્પીચમાં બેભાન થયા હતા.
બનાસકાંઠા
જયારે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન યોજાયો હતો. પાલનપુર ખાતે મંત્રી વાસણ આહીરના હસ્તે ધ્વજવંદન કરવમાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સંબોધન કર્યું હતું. સાથે કાંકરેજના ખારીયા પગાર કેન્દ્ર શાળામા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય કિતિઁસહ વાઘેલા દ્વારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતું. ધ્વજ વંદન કાયઁક્રમા દરમ્યાન ધારાસભ્ય ગામના સરપંચ આગેવાનો તેમજ શિક્ષકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદમાં વક્તવ્ય
વલસાડમાં ૭૫માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન વરસાદની એન્ટ્રી થઈ હતી. ધોધ માર વરસાદ વચ્ચે મંત્રીએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતા પરેડના પોલીસ કર્મચારી વરસાદમાં ભીંજાયા હતા. પચીસ મિનિટના વક્તવ્ય સાથે પરેડ કર્મચારીઓ ભીંજાયા હતા. અને ધોધમાર વરસાદ વચ્ચે પરેડ ના કર્મચારી ઓ ખડે પગે જોવા મળ્યા
ભાવનગર
ભાવનગરમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવી છે. રાજ્ય મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં SP કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી જયેશ રાદડિયાએ ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. SP કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, કલેક્ટર, આઇજી, DDO સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદ
ખેડાના નડિયાદ ખાતે સ્વતંત્ર પર્વની ઉલ્હાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે ધ્વજ વંદન કર્યું હતું. જિલ્લા વાસીઓને આઝાદી દિવસની શુભકામના પાઠવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર હાજર રહ્યા હતા.
સ્વતંત્રતા દિવસ / ‘જન ગણ મન’ રાષ્ટ્રગીતની રચના કેવી રીતે થઇ આવો જાણીએ ….