કાર્યવાહી/ વડાપ્રધાનને પ્રતીક્ષા કરાવનાર ભૂતપૂર્વ સચિવ અલાપન સામે કેન્દ્રની કાર્યવાહી, નિવૃતિનો ફંડ અટકી શકે છે

ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને મમતાના સલાહાકર સામે કેન્દ્રની મોટી કાર્યવાહી

Top Stories
apalan વડાપ્રધાનને પ્રતીક્ષા કરાવનાર ભૂતપૂર્વ સચિવ અલાપન સામે કેન્દ્રની કાર્યવાહી, નિવૃતિનો ફંડ અટકી શકે છે

કેન્દ્ર સરકારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અલાપન બંધિયોપાધ્યાય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરી રહી છે, જેમણે પીએમ નરેન્દ્ર મોદીને મળવા બંગાળ જતા અડધા કલાકની રાહ જોવડાવી  હતી. આના લીધે  તેઓને નિવૃત્તિ માટેના ફંડને સંપૂર્ણ અથવા આંશિક ગુમાવવું પડી શકે છે. આ સિવાય તેઓને નિવૃત્તિ બાદ પણ લાભ મળી શકશે નહીં. અલાપન બંધિયોપાધ્યાયનની કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી બદલી કરવામાં આવી હતી, પરંતુ તેમણે રાજ્યના મુખ્ય સચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું અને મમતા બેનર્જીના સલાહકાર બન્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકાર તેમની વિરુદ્ધ શિસ્ત હેઠળ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી.

સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા અલાપન બંધિયોપાધ્યાયને એક નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેમના પર લગાવવામાં આવેલા આરોપો અંગે 30 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો તેવા કિસ્સામાં કેન્દ્ર સરકાર તેની પેન્શન અથવા ગ્રેચ્યુઇટી અથવા સંપૂર્ણ અથવા આંશિક રૂપે રોકી શકે છે. અલાપણને મોકલેલા નોટિસમાં સરકારે કહ્યું છે કે તેમની સામે અખિલ ભારતીય સેવાઓ નિયમો, 1969 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. 1987 બેચના આઈએએસ અધિકારી અલાપણને 30 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. આ સિવાય તેને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તે રૂબરૂમાં હાજર થઈને પોતાનો પક્ષ રજુ કરવા માંગતો હોય તો તે આમ કરી શકે છે.