સુરત,
મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન નારાયણ પ્રસાદ કબીરપંથીએ સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સુરતમાં કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ગુજરાતમાં થઈ રહેલા પર પ્રાંતિયો પર હુમલાઓ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,સરકાર દ્વારા આવી બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.તેમજ રાજ્ય બહારથી રોજીરોટી કમાવા આવેલા લોકોની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.