Ahmedabad News : ડ્રગ્ પેડલરોએ પકડાઈ ન જવાય તે માટે નવી મોટસ ઓપરેન્ડી અજમાવી છે. સાયબર ક્રાઈમે આવા જ એક બનાવમાં 37 કુરિયર પાર્સલમાંથી 1 કરોડ 70 લાખ રૂપિયાની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ગુજરાતમાં માદક પદાર્થે ઘુસાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈને કોઈ રીતે વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ડ્રગ્સ અને રો મટિરીયલ બને છે. આવી ઘણી ફેક્ટરીઓ એટીએસ પકડી પણ ચુકી છે.
તાજેતરમાં સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગને ઈનપુટ મળ્યા હતા કે પેડલર્સ સરહદો પારથી માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી કરી રહ્યા છે અને તેને માટે ડાર્કવેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેને આધારે કસ્ટમ અને સાબર ક્રાઈમ પોલીસની જોઈન્ટ ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેને આધારે આ ટીમ દ્વારા અનેક કુરિયર પાર્સલોને અટકાવવામાં આવ્યા હતા. જેમાંથી તપાસ કરતા 37 શંકાસ્પદ પાર્સલો મળી આવ્યા હતા. આ પાર્સલોમાં વગર પરમીટનો બિન-અધિકૃત હાઈક્વોલિટીનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા આ ગાંજાનો જથ્થો 5 કિલો 670 ગ્રામ 17 મિલીગ્રામ હોવાનું બહાર આવ્યું હતું.
કબજે કરવામાં આવેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 1,70,10,510 ની કિંમત હોવાનું અધિકારીઓે જણાવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.ગાંજાનો આ જથ્થો બાળકોના રમકડા, ચોકલેટ, જેન્ટ્સ, લેડીઝ ડ્રેસ, બ્લુટૂથ સ્પીકર, લેડીઝ ફૂટવેર વગેરેના પાર્સલમાં સંતાડીને મોકલવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ પર કોંગ્રેસે તાત્કાલિક પગલા લેવા કરી માગ
આ પણ વાંચો:અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ
આ પણ વાંચો:વકફ બિલ: બહુમતી હોવા છતાં બિલને JPCને મોકલવાનું કારણ શું છે?