Gujarat News:ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી થતા મોતમાં વધારો થયો. સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વાયરસના કારણે બાળકોના મોત થયા. જયારે મહેસાણામાં ચાંદીપુરાના શંકાસ્પદ વધુ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયુ.
સુરેન્દ્રનગરમાં મોત
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરાથી બાળકનું મોત નિપજયું. બાળકના મોત સાથે જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના કારણે મુત્યુ આંક 8 પર પંહોચ્યો. આ બાળકને ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. જ્યાં સારવાર દરમ્યાન બાળકનુ મોત થયું. સિવિલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના મોત થયા.
મહેસાણામાં વધ્યા કેસ
મહેસાણામાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ બે કેસ નોંધાયા. વાયરસની સંભાવનાને પગલે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કડીના ઇન્દ્રાડ,વિસનગરના હસનપુરમાં શંકાસ્પદ કેસ નોંધાયા. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા. મહેસાણામાં શંકાસ્પદ કેસ નોંધાયા તેમાં 12 પૈકી પાંચ પોઝિટિવ કેસ હોવાની વિગત સામે આવી છે. જેમાં ઇન્દ્રાડ ગામના ત્રણ વર્ષના બાળક અને હસનપુર કામની 10 વર્ષની બાળકીને શંકાસ્પદ વાયરસ હોવાનું નોંધાયું છે.
સુરેન્દ્રનગરમાં બાળકનું મોત
ચાંદીપુરાનો કહેર રાજ્યમાં ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસોમાં મૃત્યુઆંક વધ્યો. જિલ્લામાં મૃત્યુઆંક વધતા આરોગ્ય વિભાગમાં દોડતું થયું. વાયરસના કહેર સામે આરોગ્યની 256 ટિમો કામે લગાવામાં આવી. સુરેન્દ્રનગરમાં 2 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યું. ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થતા તંત્ર દ્વારા કાચા ઘરોમાં ફોગિંગ અને દવા છટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ. જિલ્લામાં વધતા કેસોએ આરોગ્યની ચિંતામાં વધારો કર્યો. ચાંદીપુરા વાઈરસમાં સુરેન્દ્રનગરમાં ડેથરેટ 40℅એ પહોંચ્યો. હાલ 6 જેટલા કેસો સુરેન્દ્રનગરમાં નોંધાયેલા છે. વસ્તડી સહિતના જે વિસ્તારમાં સેન્ડ ફ્લાઈ માખીના નમુમાં મળ્યા છે તેને પણ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં