ચીને તેની અત્યાર સુધીની સૌથી મોટી નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. રાજ્ય મીડિયા સિન્હુઆએ સોમવારે અહેવાલ આપ્યો છે કે, ચીને તેની કુટુંબ નિયોજનની નીતિમાં ઢીલ મુકી દીધી છે અને દંપત્તિઓને ઓછામાં ઓછા ત્રણ સંતાનો રાખવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે તાજેતરની વસ્તી ગણતરીએ બતાવ્યું હતું કે ચીનની વસ્તી ઝડપથી વૃદ્ધ થઇ રહી છે.
દાદાગીરી / ચીન તિબેટને પોતાનો પ્રાંત બનાવવા માંગે છે : તિબેટ પૂર્વ વડાપ્રધાન
આપને જણાવી દઈએ કે, લગભગ 40 વર્ષોથી ચીને વિવાદિત “વન-ચાઇલ્ડ પોલિસી” લાગુ કરી હતી, જેને વિશ્વભરની કુટુંબ યોજનાની સૌથી કડક નીતિ માનવામાં આવતી હતી. ત્યારબાદ આ નીતિને 2016 માં એક વૃદ્ધાવસ્થા તરફ વધતો વર્કફોર્સ અને આર્થિક સ્થિરતા પર વ્યાપક ચિંતાઓને કારણે હટાવવામાં આવી હતી.
એક અહેવાલ અનુસાર, સિંન્હુઆએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આયોજિત ચાઇનાની એલીટ પોલિત બ્યુરો લીડરશિપ કમિટીની સોમવારે મળેલી બેઠકમાં ટાંકીને કહ્યુ કે, “વસ્તીનાં વૃદ્ધાવસ્થા પર સક્રિય પ્રતિક્રિયા આપવા… એક દંપતીનાં ત્રણ બાળકો” હોઈ શકે છે.” નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોએ ગયા મહિને કહ્યું હતું કે, બાળજન્મને પ્રોત્સાહન આપવાના સરકારનાં પ્રયત્નો છતાં, ચાઇનાનો વાર્ષિક જન્મ 2020 માં ઘટીને 12 કરોડની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે.
ભેદભાવ / દરેક વિભાગમાં 15% એશિયનની નિમણૂક કરવા બિડેન સરકારનો આદેશ, નિરીક્ષણ માટે વ્હાઇટ હાઉસમાં વિશેષ અધિકારીની નિમણૂક
બ્યુરોએ જાહેર કર્યું કે, ચાઇનાનો પ્રજનન દર 1.3 છે, જે સ્થિર વસ્તી જાળવવા માટે જરૂરી સ્તરની નીચે છે. ગયા મહિને પ્રકાશિત, એક દાયકામાં એકવાર, 2020 ની વસ્તી ગણતરીનાં પરિણામોએ પણ બતાવ્યું કે ચીનની વસ્તી 1960 પછીનાં સૌથી નીચા દરે વધી છે, જે 1.41 અબજ સુધી પહોંચી છે. આ સાથે કાર્યકારી વયનાં લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે ફરી એક વાર નિકટવર્તી વસ્તી વિષયક સંકટની સંભાવના છે. દાયકાઓ જૂની વન-ચાઇલ્ડ નીતિ અને છોકરાઓ માટેની પરંપરાગત સામાજિક પસંદગીને કારણે ચીનનું લિંગ સંતુલન પણ બગડ્યું છે.
શરતી પહેલ / પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારત સાથે વાતચીત માટે કરી પહેલ, પરંતુ રાખી વિચિત્ર શરત
ગયા મહિને સેન્ટ્રલ બેન્ક ઓફ ચાઇનાનાં અહેવાલમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સને વિશેષ ધ્યાનમાં લેવામાં આવ્યું છે, અને એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ બેંકે ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત ભાવિ સ્પર્ધા માટે જ આ અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વસ્તી વચ્ચે બહુ ઓછો તફાવત છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, ઘણા વર્ષોથી ચીનની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ભારત કરતા ઝડપી થવાની અપેક્ષા છે, પરંતુ આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતને મોડુ તો મોડુ તેની યુવા વસ્તીથી ફાયદો મળવાની શરૂઆત થઇ જશે. વળી આ અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, થોડા વર્ષોમાં ચીન અર્થતંત્રની દ્રષ્ટિએ અમેરિકાની વિરુદ્ધ તેની વૃદ્ધ વસ્તી સાથે સ્પર્ધા કરી શકશે નહીં.