દિલ્હી
#Metoo અભિયાન બાદ ભાજપના કેન્દ્રના વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર એક પત્રકાર મહિલાએ જાતીય સતામણીના આરોપો મુક્યા બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌપ્રથમવાર મૌન તોડ્યું હતું.
અકબર સામેના આરોપો પર અમિત શાહે કહ્યું છે કે, એમ જે અકબર વિરૂદ્ધ લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપોની તપાસ થશે. જો કે અમારે એ પણ જોવાનું રહેશે કે, મંત્રી વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપોમાં કેટલુ સત્ય છે.
અમિત શાહે કહ્યું છે કે, એ જોવું પડશે કે સાચું છે કે ખોટું. એ વ્યક્તિની પોસ્ટની સચ્ચાઇ શું છે તે તપાસવામાં આવશે, જેને આવા આરોપો લગાવ્યા છે. આવી જ રીતે મારા નામનો ઉપયોગ કરીને પણ લખવામાં આવી શકે છે. અકબર વિરૂદ્ધ તપાસ મામલે તેમણે કહ્યું હતું કે, જરૂર વિચારીશું.
અમિત શાહે કહ્યું હતું કે, કોઈ પણ આરોપો લાગવવા માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોઈ શકે છે.
જોકે એનાથી એ પણ સાબીત થાય છે કે, અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશ જાય છે અને પાર્ટી પણ તેને લઈને ગંભીર છે.
વિદેશી મહિલા પત્રકારનો આરોપ છે કે, એક મીડિયા સંસ્થાનમાં વર્ષ 2007માં ઈંટર્ન હતી ત્યારે અકબરે મર્યાદાઓ ઓળંગી તેની સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો.મહિલા પત્રકારનો આરોપ છે કે, તેમણે મારી શારીરિક મર્યાદાઓને લાંઘતા મારો અને મારા માતા-પિતાનો વિશ્વાસ તોડ્યો હતો. પીડિતે કહ્યું હતું કે, તેના માતા-પિતા 90ના દાયકામાં વિદેશી પત્રકાર તરીકે કાર્યરત હતાં અને અહીં જ તે અકબરને મળી હતી.