@ સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર…
છોટાઉદેપુર જીલ્લા ના પાનવડ ગામે તારીખ 28-11-2020 પશુ ચરાવવા ગયેલો યોગેશભાઇ ભરવાડ નામનો યુવાન ગુમ થઈ જતાં જે અંગે ની ફરિયાદ પાનવડ પોલીસ મથકે નોંધવામાં આવી હતી અને તેના બે દિવસ બાદ તે યુવાનની લાસ પાનવડ ગામ પાસે આવેલી કોતર ની સામે ની સાઈડમાથી મળી આવી હતી અને યોગેશભાઇને કોઇ અજાણ્યા ઇસમે જીવલેણ ઇજાઑ પહોંચાડી હત્યા કરી લાસને કોતરમા નાખી દીધી હતી હોય આ ગુનામાં હત્યા કોને કરી શું કામ કરી અને હત્યારાઑ કોણ તે સમગ્ર રહસ્ય અકબંધ હતુ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ ટેકનિકલ સર્વૅલન્સ ટીમ તથા સ્ટાફના માણસો સાથે તપાસ કરતા શંકાસ્પદ તરીકે પાનવડ ગામના ભાભરી ફળીયા મા રહેતો દુરસીંગભાઇ ઉકેડભાઇ રાઠવા ને લાવી ઘનિષ્ઠ પુછપરછ કરતાં પોતાની પ્રેમીકા સાથે યોગેશભાઇ ભરવાડ ફોન ઉપર વાતચીત કરતો હોય તેવો શક રાખી તા. 28-11-2020 ના રોજ બપોરના સમયે યોગેશભાઇ ભરવાડને એકાંતમાં લઇ જઇ ગંભીર ઇજા પહોંચાડી દુરસીંગ રાઠવા સ્થળ ઉપરથી જતો રહ્યો હતો અને થોડા સમય બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો (1) સંજયભાઇ રમણભાઇ તડવી (2) કચુડીયાભાઇ રમણભાઇ રાઠવા (3) મનુભાઇ રણીયાભાઇ કોલચા નાઓને બોલાવી ફરીથી સ્થળ ઉપર જઇ યોગેશની તપાસ કરતા તેનો શ્વાસ ચાલુ હોવાનું જણાતા તેઓએ ભેગા મળી તેની હત્યા કરી નાખી હતી અને લાશને સગે-વગે કરવાના ઇરાદાથી લાશને સંતાડી દીધી હતી
તો બીજી તરફ યોગેસ ભરવાડનું મોંત પાણીમાં ડુબી જવાના કારણે થયુ હોય તેવું ઉપજાવી કાઢવાનું આયોજન કરી યોગેસની લાસને તા. 30-11-2020 ના રાત્રીના અંધારામાં લાશને ઉચકીને કોતરના પાણીમાં નાખી દીધી હતી સમગ્ર બનાવ ની વાત કરીએ તો છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રહસ્યમય હત્યાને ખૂબ ટૂંકા સમયમા હત્યા કરી બિન્દાસ્ત ફરતા આરોપીઓ ને પકડવામા તેમજ હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે અને હાલ આ ગુનાનો મુખ્ય આરોપી દુરસીંગભાઇ ઉકેડભાઇ રાઠવા ,અને તેના સાથી સંજયભાઇ રમણભાઇ તડવી ને પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જ્યારે મનુભાઇ રણીયાભાઇ કોલચા અને કચુડીયા રમણ રાઠવાને પણ પકડી પાડવાની તજવીજ છોટાઉદેપુર જિલ્લા પોલીસે હાથ ધરી છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…