Not Set/ છોટાઉદેપુર/ મોડી રાત્રે પ્રાથમિક શાળાના જ વર્ગખંડમાં લંપટ શિક્ષક લઈને આવ્યો ….,  શું શીખવાડશે બાળકોને ..? 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી અલીપુરા પ્રાથમિક શાળાના વર્ગ ખંડમાં મોડી રાત્રિ એ રંગરેલીયા માનવતા શિક્ષકને લોકો એ ઝડપી પડ્યો છે. બોડેલી ખાતે આવેલી પ્રાથમિક શાળા રહેણાક વિસ્તારમાં આવેલી છે. અને આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે અમરત બામણીયા ફરજ બજાવી રહ્યો છે.  સ્થાનિક રહીશો નો આક્ષેપ છે કે, અમરત બામણીયા અવાર નવાર શાળામાં રાત્રી દરમિયાન […]

Gujarat Others
Untitled 72 છોટાઉદેપુર/ મોડી રાત્રે પ્રાથમિક શાળાના જ વર્ગખંડમાં લંપટ શિક્ષક લઈને આવ્યો ....,  શું શીખવાડશે બાળકોને ..? 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી અલીપુરા પ્રાથમિક શાળાના વર્ગ ખંડમાં મોડી રાત્રિ એ રંગરેલીયા માનવતા શિક્ષકને લોકો એ ઝડપી પડ્યો છે.

બોડેલી ખાતે આવેલી પ્રાથમિક શાળા રહેણાક વિસ્તારમાં આવેલી છે. અને આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે અમરત બામણીયા ફરજ બજાવી રહ્યો છે.  સ્થાનિક રહીશો નો આક્ષેપ છે કે, અમરત બામણીયા અવાર નવાર શાળામાં રાત્રી દરમિયાન મહિલાને  લાવતો અને શાળાના વર્ગ ખંડમાંજ રાત્રી રોકાણ કરતો હતો. જે બાબતે આસપાસના રહીશો તેની આ હરકતથી પરેશાન હતા. સ્થાનિકો દ્વારા વારંવાર રોકવા છતાં લંપટ શિક્ષક તેની હરકતોથી બાજ ન આવતો નાં હતો.

આથી જયારે  રાત્રી ના સમયે વર્ગખંડમાં તેમની સ્ત્રી મિત્ર સાથે રંગરેલીયા માનવતા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા આ લંપટ શિક્ષકના  રૂમ ને બહાર થી બંધ કરી પોલીસ ને જાણ કરી હતી. અને બેશરમ  શિક્ષક ને તંત્ર દ્વારા  કડક માં કડક સજા થાય તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.

શિક્ષક અને મહિલાને સ્થાનિકોએ રૂમ માં બંધ કરી ધીધા હોવા ની જાણકારી મળતા મોડી  રાત્રી એ  લોકો ના ટોળાં જામ્યા હતા. પોલીસે બંને ને રૂમ ખોલી બહાર કાઢ્યા હતા. બહાર નીકળતા લંપટ શિક્ષકે તેની સાથેની મહિલાને પોતાની પત્ની હોવાનું જણાવી રહ્યો હતો.

જોકે પોલીસ સ્ટેશન પર પહોચતા તેણે  એજ મહિલાની ઓળખ તેની ફોઇની દીકરી હોવાનું જણાવ્યુ હતું. તેની ફોઇની દીકરી ને તે દવાખાને લઈ ને આવ્યો હતો.  ત્યાર બાદ તે આરામ કરવા માટે સ્કૂલ પર લઈ આવ્યો હતો.

સવાલ એ ઊભો થાય છે કે જો મહિલા તેની ફોઇની દીકરી હોય તો તે બોડેલી ખાતેના તેના પોતાના મકાન પર કેમ ના લઈ ગયો. અને મોડે સુધી રૂમમાં કેમ રોકાયો.. ? બીજું બહાનું કરતાં લંપટ શિક્ષકે જણાવ્યું હતું કે, તેને કામ હતું જેથી તે સ્કૂલમાં આવ્યો હતો. રવિવાર હોવા છતાં તેને સ્કૂલમાં શું કામ પડ્યું..? આમ જે બહાના બતાવ્યા તે અર્થ વિહોણા હતા.

અમરત બામણીયાની દાદાગીરી ને લઈ રહીશો પોલીસમાં ફરીયાદ કરવા તૈયાર નથી. જેથી પોલીસ પણ અસમંજસમાં મુકાઇ છે. પોલીસનું કહેવું છે કે કોઈ ફરીયાદ કરે તો કાર્યવાહી કરવામાં આવશે. હવે જયારે આ વાત સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ લંપટ શિક્ષક સામે શું પગલાં ભરે છે તે જોવા નું રહ્યું. જો શિક્ષક સામે કોઈ પગલાં નહી ભરાય તો ચોક્કસ આ શિક્ષક ને છૂટો દોર મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.