છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો જેમા ઊચાકલમ ગામના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામ ના લોકો ગામના વિકાસ ને લઈ વલખાં મારી રહ્યા છે. નેતાઓ કે અધિકારીઓ ગામના લોકોની કોઈ વાત સભાળતા નથી. ગામમાં સરપંચ નથી ત્યારે ગામની સમસ્યા હોય કે ગામના વિકાસ માટેની રજૂઆત ગામના લોકો કરે તો કોને કરે તેવી સ્થિતીમાં મુકાયા છે. જેને લઈ તેઓએ હાલમાં આવી રહેલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચુટણી બહિષ્કાર નો નિર્ણય કર્યો છે.
સરપંચ ગામનો મોભી કહેવતો હોય છે. ગામમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય કે તરત ગામના લોકો સરપંચ પાસે જતાં હોય છે. પણ સંખેડા તાલુકામાંથી છૂટા પડેલા ઉચાકલમ ગામને બોડેલી તાલુકામાં સમાવિષ્ટ કરાતાં આ ગામની પંચાયતને બરખાસ્ત કરવામાં આવી છે. ગામમાં પંચાયત જ ના હોય તો સરપંચ કે પંચાયત ના સદસ્ય પણ ના હોય જેથી ગામ હવે વિકાસ થી વંચિત બની ગયું છે. ગામમાં જ્યારે સરપંચ હતો ત્યારે ગામ ના વિકાસ થયા હતા. રોડ રસ્તા સારા હતા. ગામના કૂવા જે તે સમયે બનાવવામાં આવ્યા હતા. આવાસોનો ગામના લોકોને લાભ મળતો હતો. પરંતુ આજે વિકાસને નામે મીંડું જોવાઈ રહ્યું છે. આઠ આઠ વર્ષ થઈ ગયા. પંચાયતનું કોઈ અસ્તિત્વ જ નથી જેને લઈ આજે ગામ ના લોકો ગામ નો વિકાસ જંખી રહ્યા છે.
અહી વર્ષો થી ગ્રામ પંચાયત ની ચુટણી થઈ નથી જેને લઈ ગ્રામ પંચાયત ઘર પણ ખંડેર હાલત મા જોવા મળી રહ્યું છે જેમાં ઘાસના પુડા ભરેલા નજરે પડ્યા હતા. તો અહી આધાર કાર્ડ જે એક વ્યક્તિના ઠેકાણા ની ઓળખ કહેવાય છે. અહી કેટલાય ગામલોકોના આધાર કાર્ડ માં તાલુકાનો કોઈ ઉલ્લેખ નથી તો કેટલાક આધાર કાર્ડ મા જૂનો સંખેડા તાલુકો અને વડોદરા જિલ્લો લખેલો જોવા મળ્યો હતો.
ગામ માં વર્ષો જૂના રસ્તા છે. જે ખખડધજ્જ હાલત માં જોવાઈ રહ્યા છે. જ્યાં જુવો ત્યાં જરૂરિયાત મંદ ગરીબી રેખા નીચે આવતા લોકો ના મકાનો કાચા છે. સરકાર ના લાભો થી આ લોકો વંચિત છે. નવા કોઈ સૌચાલયો બનાવવા માં આવ્યા નથી આમ છતાં ગામ ની બહાર સૌચ મુક્ત ગામ ના બેનર મારવા માં આવ્યા છે ત્યારે ગામ ના લોકો નું કહેવું છે આજે પણ ગામ ના રહીશો ને સૌચક્રિયા માટે બહાર જવું પડે છે.
સરપંચ વગરના ગામના લોકો ગામમાં પંચાયત તેમણે મળે તેવી માંગ કરી રહ્યા છે. એવું નથી કે ગામ ના લોકો તંત્ર માં અને નેતાઓને રજૂઆત કરી ના હોય . ગામના લોકોના વોટ લીધા બાદ તેમની કોઈ વાત કોઈ નેતા સાંભળતા જ નથી.
ગામમાં મતદાન માટે ના બૂથ પર પંચાયતની ચુટણીનું મતદાન તો નથી થતું. જોકે આ બૂથ પર લોકસભા, વિધાનસભા , જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ની ચૂટણી માટે મતદાન થાય છે. ગામ ના લોકો એક આશા સાથે મતદાન કરે છે કે તેમની સમસ્યા નેતાઓ સાંભળસે અને તેમની સમસ્યા નું નિવારણ લાવશે. પણ વર્ષો થી તેમની સમસ્યા નું નિવારણ ના આવતા હવે એજ બૂથ પર આવનારી સ્થાનિક ચુટણી માં ગામ ના લોકો મતદાન નહી કરે તેવું ગામ ના લોકો નું કહેવું છે. વર્ષો જૂની સમસ્યાનું નિવારણ ના આવતા હવે નેતાઓ અને અધિકારીઓની શાન ઠેકાણે લાવવા માટે હવે ચુટણી બહિકારનું શસ્ત્ર ઉગામ્યું છે હવે જોવા નું એ રહે છે કે તેમની આ ચીમકી કેટલી કારગત નીવડે છે.