Not Set/ ચિદમ્બરમે જેલમાં બેઠા બેઠા સરકારને ભરી ચીપટી, દેશને અર્થિક હતાશામાંથી બહાર કાઢવાની યોજના ક્યાં છે?

INX મીડિયા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહર જેલમાં મોકલવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે દેશની અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેમનાં પરિવારની મદદથી ટ્વિટ કરી સરકારને સવાલ પુછતા કહ્યું છે-  “હું અર્થવ્યવસ્થા અંગે ઉંડાણ પૂર્વક ચિંતિત છું. આ સ્થિતિમાં ગરીબ લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઓછી આવક, ઓછી નોકરી, ઓછા […]

Top Stories India
chidambaram ચિદમ્બરમે જેલમાં બેઠા બેઠા સરકારને ભરી ચીપટી, દેશને અર્થિક હતાશામાંથી બહાર કાઢવાની યોજના ક્યાં છે?

INX મીડિયા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહર જેલમાં મોકલવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે દેશની અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેમનાં પરિવારની મદદથી ટ્વિટ કરી સરકારને સવાલ પુછતા કહ્યું છે-  “હું અર્થવ્યવસ્થા અંગે ઉંડાણ પૂર્વક ચિંતિત છું. આ સ્થિતિમાં ગરીબ લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઓછી આવક, ઓછી નોકરી, ઓછા વેપાર અને ઓછા રોકાણની અસર ગરીબ અને મધ્યમ વર્ગને થાય છે. દેશને આ પતન અને નિરાશામાંથી મુકત કરવાની યોજના ક્યાં છે? “

p chidambaram 1568187527 ચિદમ્બરમે જેલમાં બેઠા બેઠા સરકારને ભરી ચીપટી, દેશને અર્થિક હતાશામાંથી બહાર કાઢવાની યોજના ક્યાં છે?

આપને જણાવી દઇએ કે 73 વર્ષીય કોંગ્રેસ દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને 5 સપ્ટેમ્બરના રોજ તિહાર જેલમાં 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈની કસ્ટડીનાં 15 દિવસ પૂર્ણ થયા બાદ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટે નકારી કાઢી હતી. જો કે, આ બધું હોવા છતાં, ચિદમ્બરમ, ટ્વિટરની મદદથી આક્ષેપો અને અર્થ વ્યવસ્થા પર પોતાનો પક્ષ મૂક્યો છે. તે પૂર્વ નાણાં મંત્રી દ્વારા ટ્વિટમાં પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તે પરિવારની સહાયથી આ(ટ્વીટ) કરવા સક્ષમ છે.

5 સપ્ટેમ્બરના રોજ ચિદમ્બરમે સીબીઆઈ કોર્ટની બહાર નીકળતા પણ દેશની અર્થવ્યવસ્થા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 5 ટકા વૃદ્ધિ દરને શરમજનક ગણાવ્યો હતો. તેઓએ કહ્યું 5 ટકા, 5 ટકા શું છે, તમને 5 ટકા યાદ છે? તો આગોતરા જામીન અરજી રદબાતલ થતા સમયે પણ કોર્ટમાંથી બહાર નિકળતા પણ પૂર્વ નાણાં મંત્રી દ્વારા ભારતનાં હાલનાં કથળેલા અર્થતંત્ર વિશે સરકારને ટકોરો મારવામાં આવ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે ચિદમ્બરમને 21 ઓગસ્ટે INX મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવે છે કે ચિદમ્બરમના નાણા પ્રધાનના કાર્યકાળ દરમિયાન 2007 માં આઈએનએક્સ મીડિયા ગ્રુપને વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરી આપવામાં અનિયમિતતા હતી. સીબીઆઈએ 15 મે 2017 ના રોજ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી. ચિદમ્બરમે યુપીએ શાસન દરમિયાન 2004 થી 2014 દરમિયાન ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.