ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે.ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ગરબાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉત્સવની જે પરંપરા છે તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ઉભી કરી છે.
ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાયબ્રન્ટ નવરાત્રીનું તેમણે જે આયોજન કરાવ્યું તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે
મુખ્યમંત્રીએ આ વર્ષે નવરાત્રી ગરબાનું રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના 8 જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે વર્ષ બાદ નવરાત્રી યોજતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ વખતે કોઈ કચાસ નહિ છોડવામાં આવે. GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.