- કાલુપુર મેટ્રો સ્ટેશનની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત
- PM મોદીના પ્રવાસને લઇ CMએ સ્થળની લીધી મુલાકાત
- PM મોદી ફેઇઝ-1નું સંપૂર્ણ મેટ્રો રૂટને આપશે લીલીઝંડી
- PM મોદી 29-30 સપ્ટેમ્બરે કરશે ગુજરાતનો પ્રવાસ
]અમદાવાદન નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે.વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવવાના છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની આજે સમીક્ષા મુલાકાત લીધી છે. આ સમીક્ષા મુલાકાતમાં તમામ તૈયારીઓની માહિતી હાલ સીએમ લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. PM મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે.ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.જયાં કાલુપુર બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે.મુલાકાત બાદ કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જશે.મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.કારણ કે આ સેવા સસ્તી પણ હશે અને ઝડપી પણ હશે.મેટ્રોનું ભાડું માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનું હશે..એટલુ જ નહીં બંને રૂટ પર એક છેડેથી બીજે છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. જો કે લોકાર્પણ બાદ 2 દિવસમાં નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ થશે.