VADODRA NEWS/ વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

૦પૂ. દાદા ભગવાનના વાણી અને વ્યવહાર થકી આજની પેઢીઓ સમસ્યાઓ, પ્રદૂષણ અને પડકાર સાથે કેવી રીતે જીવવું તે પ્રાપ્ત થઈ રહ્યું છે

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 11 10T211935.106 વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Vadodra News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે આયોજિત દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને આત્મજ્ઞાની શ્રી દીપકભાઇએ ભારત સરકારના ડાક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી દાદા ભગવાનની સ્મરણિકા ટપાલ ટિકિટનું વિમોચન પણ કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મનનીય પ્રવચનમાં જણાવ્યું કે, દરેક સંપ્રદાય એક જ અંતિમ સત્યની વાત કરે છે તે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન મેળવવાના અનેક માર્ગ છે. અન્ય સંપ્રદાય તબક્કાવાર જ્ઞાન પર ભાર મૂકે છે પરંતુ પૂ. દાદા ભગવાને આપેલ જ્ઞાન કર્મ કે તબક્કા વગર સીધુ જ આત્મજ્ઞાન પહોંચાડે છે. પૂ. દાદા ભગવાનના વાણી અને વ્યવહાર થકી આજની પેઢીઓ સમસ્યાઓ, પ્રદૂષણ અને પડકાર સાથે કેવી રીતે જીવવું તે પ્રાપ્ત થઈ રહ્યું છે.

hon.cm@vadodara 1 scaled વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દાદા ભગવાનની જીવનવીથિકાનો ટૂંકો પરિચય આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને સુરતના રેલ્વે સ્ટેશનમાં આત્મજ્ઞાની પ્રાપ્તી થઇ હતી અને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ અક્રમ વિજ્ઞાન થકી દેશવિદેશમાં અનેક લોકો કર્મમુક્ત જીવન જીવવાનો માર્ગ અપનાવી મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે. સાધુ, સાદુ અને સરળ જીવન થકી મુક્તિનો માર્ગ દાદા ભગવાને પ્રશસ્ત કર્યો છે.પૂજ્ય દાદા ભગવાનની કર્મભૂમિ અને જેમના જીવવાનો અંતિમ સમય પણ વડોદરામાં વિતાવ્યો છે. વડોદરાની મામાની પોળ દાદા ભગવાનના ઋણાનુબંધની ભૂમિ છે. તેમના વારસા અને જ્ઞાન પ્રકાશ થકી આજે વડોદરાના નવલખી મેદાનમાં જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

hon.cm@vadodara 14 scaled વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી ઓર વિરાસત ભીના સંકલ્પ સૂત્ર હેઠળ પૂજ્ય શ્રી દાદા ભગવાનના છબીવાળા પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું છે. પૂ. દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણી અને આજે જ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન થવાથી સોનામાં સુગંધ ભળી છે.ઉપસ્થિત સર્વ જ્ઞાન મુમુક્ષોને જ્ઞાન વિધિનો અચૂક લાભ લેવા માટે નમ્ર અપીલ કરતા જણાવ્યું કે જ્ઞાન વિધિ પ્રાપ્ત થયાં બાદ બીજામાં દોષ જોવા કરતાં પોતાના દોષ શોધીને પોતાનામાં સુધારો લાવવાની પદ્ધતિ જીવનમાં કેળવાશે.

hon.cm@vadodara 2 scaled વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ સાથે ‘મારો જ્ઞાન દિવસ છે’ તેમ કહીને તેમના મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ઉપસ્થિત સૌ મહાત્માઓને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં પૂજ્ય  દીપક ભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સંચાર મંત્રાલયના પ્રતિનિધિ તથા વડોદરા પોસ્ટલ માસ્ટર જનરલ  દિનેશ શર્માના હસ્તે પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મહાનુભાવો આરતી ઉતારી આશકા લીધી હતી. બાદમાં પ્રસ્તુત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નીહાળ્યા હતા.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ ડૉ. હેમાંગ જોષી, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, ભાજપ શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શ્રીમતી મનીષાબેન વકીલ, યોગેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી, પોલીસ કમિશનર  નરસિમ્હા કોમાર, જિલ્લા કલેકટર બી. એ. શાહ, જનપ્રતિનિધિઓ, હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ અને દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ

આ પણ વાંચો:રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ