- લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં આપશે હાજરી
- લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ રોડ સુધીની તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવશે
- સુરત ખાતેથી “હર ઘર તિરંગા અભિયાનના” થીમ સોંગનું લોન્ચીંગ કરશે
- મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાની મુલાકાતે જશે
- વ્યારાના કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ-કાર્યની કરશે સમીક્ષા
- અંદાજે રૂ.28.69 કરોડના ખર્ચે તૈયાર થશે રમત-ગમત સંકુલ
- કાનપુરામાં આઠ એકરમાં બનશે રમત-ગમત સંકુલ
- મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે કરશે બેઠક
- સરકારની ફ્લેગશીપ યોજનાઓ અંગે સમીક્ષા કરશે
- માન. વડાપ્રધાનશ્રીની નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વલસાડ શ્રી રાજચંદ્ર હોસ્પિટલ ઉદ્ઘાટન
- મુખ્યમંત્રીશ્રી વલસાડ શ્રી રાજચંદ્ર હોસ્પિટલ ઉદ્ઘાટન પ્રસંગે રહેશે ઉપસ્થિત
દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની પહેલ કરી છે જેના લીધે તમામ રાજ્યો આ નેશનલ તહેવારની ઉજવણી કરવા માટે તાડમાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હર ઘર તિરંગા કાર્યક્રમમાં હાજરી આપશે,અને સ્ટેડિયમથી કારગીલ રોડ સુધીનૂ તિરંગા પદયાત્રાની શરૂઆત કરાવશે. આ ઉપરાંત સુરતમાં હર ઘર તિરંગા અભિયાનના થીમ સોંગનું પણ લોન્ચિંગ કરશે. બાદમાં મુખ્યમંત્રી તાપીની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે સુરતના મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન વ્યારાના રમત-ગમતના સંકુલની સમીક્ષા કરેશે, આ સંકુલ અંદાજિત 28.69 કરોડના ખર્ચે તૈયાર થશે. આઠ એકરમાં તે બનશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વલસાડ શ્રી રાજચંદ્ર હોસ્પિટલ ઉદ્ઘાટન પણ કરશે. આ સમયે મુખ્યમંત્રી પણ ઉપસ્થિતિ રહેશે.