Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરમાં બાળપણમાં જે શાળામાં તેમનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2024માં એવોર્ડ અર્પણ કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રીએ પ્રેરણા સ્કૂલ ની મુલાકાત લઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો..
મુખ્યમંત્રીએ પ્રેરણા સ્કુલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો.આ પ્રેરણા સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રદેશની કલાત્મક વસ્તુઓ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
આ પણ વાંચો: દિવાળીના લીધે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, સાંજે સાત વાગ્યા સુધી જ ચાલશે મેટ્રો
આ પણ વાંચો: દોઢ લાખ અમદાવાદીઓને હાલાકી, અમદાવાદ મેટ્રોનું નવું કાર્ડ જ નહીં અપાય, જૂના 1.25 લાખ કાર્ડ બંધ થશે
આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે