Extensions/ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને મળ્યું વધુ એક એક્સટેન્શન

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને મળ્યું વધુ એક એક્સટેન્શન

Mantavya Exclusive
accident 26 રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને મળ્યું વધુ એક એક્સટેન્શન

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ અધિકારીને રીટાયરમેન્ટ પછી બે વાર એક્સટેન્શન મળ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ કે જેમનો કાર્યકાળ આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. તેમને સરકારે વધુએક વખત એક્સટેન્શન આપ્યું છે. અને તેમની સેવાને બિરદાવી છે. હવે અનીલ મુકીમ ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે.

સામાન્ય રીતે રીટાયરમેન્ટ  પછી કોઈ પણ અધિકારીને વધુમાં વધુ એક વાર 6 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. પરંતુ સરકારે અનીલ મુકીમ ને બીજી વાર 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.

છેલ્લા ઘણા સમયથી તેમના પછી નવા મુખ્ય સચિવ તરીકે કોણ? તે એક ચર્ચા નો વિષય હતો. જેમાં બે નામ ચર્ચાઈ રહ્યા હતા. જેમાં  પંકજ કુમાર અને ગુરુપ્રસાદ મહાપાત્ર અગ્રસ્થાને હતા. પરંતુ સરકારે અનીલ મુકીમને એક્સટેન્શન આપી તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.