ભારત એક એવો દેશ છે કે જેને દેશની સીમા પર આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારે અથડામણનો સામનો કરવો પડે છે.કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના સોપોર સ્થિત તુજ્જર સ્થિત શરીફમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદળોને મંગળવારે સાંજે જાણકારી મળી કે તુજ્જર શરીફમાં આતંકવાદી છુપાયેલા છે. તેમણે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ ત્યારબાદ ફાયરિંગ શરૂ કર્યુ હતું.અથડામણમાં આતંકવાદી સંગઠન અલ-બદરનો ડિવીઝનલ કમાન્ડર ગનઈ ખ્વાજા માર્યો ગયો છે.
Political / BJP રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું…આ કારણ થી CM ત્રિવેન્દ્રમ સિંહ રાવતે આપ્યું રાજીનામું
આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે પણ ટ્વીટ કરતા અથડામણના સંબંધમાં જાણકારી આપતા કહ્યુ કે, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
Election / પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં સફાઈ અભિયાન..! , DGP વિરેન્દ્રને ચૂંટણીપંચે હટાવી પી નીરજનયનને સોંપી જવાબદારી
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે, બન્ને તરફથી જારી અથડામણમાં આતંકવાદી સંગઠન અલ-બદરનો ડિવીઝનલ કમાન્ડર ગનઈ ખ્વાજા માર્યો ગયો છે. શરૂઆતી તબક્કામાં એવી જાણકારી મળી રહી છે કે સુરક્ષાદળોએ બેથી ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે.આતંકવાદીઓની સંખ્યા તેનાથી વધુ હોઈ શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…