સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષીણ ગુજરાતમાં દીપડાએ કહેર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ અને આસપાસના વિસ્તારમાં માનવભક્ષી દીપડાનો આતંક વધી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના ભારણ ગામે એક ખેતમજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. આને આ હુમલામાં બાળકનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વર પાસે આવેલા ભારણ ગામે એક શેરડીના ખેતરમાં મજુરી કરતાં ખેતમજૂરના બાળક કિશન પિન્ટુ વળવી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કિશનનું મોત થયું છે. બાળકના માતા પિતા ખેતરમાં મજુરી કરી રહ્યા હતા. અને પાસે જ રમી રહેલા કિશન પર દીપડાએ હુમલો કર્યો હતો.
ઘાયલ કિશનને પ્રાથમિક સારવાર માટે કોસંબાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બે દિવસ અગાઉ માંડવીના પાતલ ગામે દીપડાએ એક બાળકીણે પોતાનો શિકાર બનાવી હતી. વારંવાર બનતા આ દીપડાના હુમલાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં દીપડા દ્વારા હુમલાની આ ત્રીજી ઘટના બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.