અમરેલી,
ગુજરાત સરકાર એક તરફ સરકારી શાળાને મોર્ડન સ્કૂલ બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. તો બીજી તરફ બાળકો જર્જરિત સ્કૂલમાં મોતના ડર વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે. શાળાનાં રૂમમાં જતા બાળકો અને શિક્ષકો ડરી રહ્યાં છે. બાળકો મોતનાં ડર વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે.
અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપરીયા પ્રાથમીક શાળામાં તારીખ ૩.3.૨૦૧૭ ના ઠરાવ મુજબ શાળાના રૂમ નળીયા વાળા તેમજ સ્લેબ વાળા જોખમી આ સ્કૂલ આશરે વર્ષો જૂની છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ સ્કૂલ ડેમેજ બની ગઈ છે. બાળકોને બીજે અભ્યાસ માટે બેસાડવાની વ્યવસ્થા નથી જેથી આજે પણ આ બાળકો અહીં મોતના મુખમાં અભ્યાસ કરે છે.
શાળામાં અત્યારે હાલમાં દરેક રૂમો અને છત જર્જરિત છે. ત્યારે આ બાબતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પૂછતાં તેઓ પણ કહી રહ્યાં છે કે ચોમાસુ આવે અને વરસાદ પડે તો છતમાંથી વરસાદનું પાણી અમારા રૂમમાં પણ પડે છે અને બેસવામાં ખૂબ જ તકલીફ પડે છે માટે અમે ખુલ્લામાં બાળકોને અભ્યાસ કરાવી છીએ.
આ પ્રાથમિક શાળામાં ઓરડા જોખમી છે. છતાં બાળકોને અહીં ભણાવવામાં આવે છે. જેમાં બાળકોને બેસવા માટે યોગ્ય રૂમો નથી અને આ ખંડેર રૂમોમાં બાળકો અભ્યાસ કરે છે. અમરેલી જીલ્લા શિક્ષણ વિભાગે જીલ્લાંમાં ઘણી સ્કૂલો ડેમેજ બતાવી છે પણ હજુ બાળકો ડેમેજ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ત્યારે સવાલએ થાય છે કે આવી ડેમેજ સ્કૂલમાં તંત્ર શા માટે બાળકોને અભ્યાસ કરવા બેસવાની મંજૂરી આપે છે. શું કોઈ દુર્ઘટના બન્યા બાદ તંત્ર જાગશે. જોકે આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે હાલના ચોમાસામાં અને એવામાં જો વરસાદ સાથે વાવાઝોડુ આવ્યું અને કોઈ ડેમેજ સ્કૂલ પડી તો નિર્દોષ બાળકોનું શું થશે.