રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે કહ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમની સુરક્ષા કરવી દરેકની ફરજ છે. બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ અહીં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર (RBCC) ખાતે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના બાળકોને મળ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મુર્મુને ટાંકવામાં આવ્યું હતું કે, “અમે હંમેશા માનીએ છીએ કે બાળકો દેશનું ભવિષ્ય છે. તેમની સુરક્ષા અને યોગ્ય ઉછેર એ આપણા બધાની ફરજ છે.
તેમણે કહ્યું કે, આજના બાળકો પાસે ટેકનોલોજી છે, ઘણી બધી માહિતી અને જ્ઞાન છે, તેઓ દેશ-વિદેશમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને આપણા બાળકોની પ્રતિભાને યોગ્ય દિશા આપવાની આપણા સૌની જવાબદારી છે. મુર્મુએ બાળકોને વાંચનની ટેવ વિકસાવવાની સલાહ આપી હતી.રાષ્ટ્રપતિએ કહ્યું કે એક કહેવત છે કે પુસ્તકો શ્રેષ્ઠ મિત્રો છે. તેમણે કહ્યું કે સારા પુસ્તકો વ્યક્તિના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.
આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…
આ પણ વાંચો: ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’
આ પણ વાંચો: PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!