ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય આયોગે (એનએચસી) મંગળવારે જણાવ્યું હતું કે, પૂર્વ ચીનનાં પ્રાંત જિઆગ્સુંમાં બર્ડ ફ્લૂનાં કોઈ ખાસ સ્ટ્રેનથી માનવીય સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે. ચીનમાં પ્રથમ વખત માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે.
અકસ્માતમાં મોત / પ્લેન ક્રેશમાં ટાર્જન ફેમ એક્ટર જો લારાનું થયુ મોત
41 વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેન જોવા મળ્યો છે. ચીનની રાષ્ટ્રીય આરોગ્ય આયોગે આની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનનાં ઝેનજિયાંગનો રહેવાસી છે. એનએચસી એ જણાવ્યું કે તાવ અને અન્ય લક્ષણો બતાવ્યા બાદ ગત 28 એપ્રિલે આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક મહિના પછી, એટલે કે 28 મે નાં રોજ, H10N3 સ્ટ્રેન આ વ્યક્તિનાં શરીરમાં મળ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, આ વ્યક્તિ વાયરસથી કેવી રીતે સંક્રમિત લાગ્યો તે વિશે એનએચસીએ કોઈ માહિતી આપી નથી. આજે સમગ્ર દુનિયા ચીનનાં આપેલા કોરોનાવાયરસનાં કારણે પહેલા જ પરેશાન છે, ત્યારે જો આ વાયરસ ફેલાયો અને તેણે કોઇ વિકરાળ સ્વરૂપ લીધુ એટલે કે વધુને વધુ લોકોને થયો તો મુશ્કેલીઓમાં ઘણો વધારો થઇ શકે છે.
ભેદભાવ / દરેક વિભાગમાં 15% એશિયનની નિમણૂક કરવા બિડેન સરકારનો આદેશ, નિરીક્ષણ માટે વ્હાઇટ હાઉસમાં વિશેષ અધિકારીની નિમણૂક
જો કે, H10N3 સ્ટ્રેન એટલું શક્તિશાળી નથી અને આનાથી જોખમ પણ ઓછુ થાય છે. એનએચસી એ એમ પણ કહ્યું હતું કે, આ વાયરસનાં સ્ટ્રેન મોટા પાયે ફેલાવાની ખૂબ ઓછી સંભાવના છે. પીડિતાની હાલત અત્યારે સ્થિર છે અને તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વ્યક્તિનાં સંપર્કમાં આવતા લોકોની તબીબી તપાસમાં, કોઈને ચેપ લાગ્યો નથી. આપને જણાવી દઈએ કે, ચીનમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂનાં ઘણા સ્ટ્રેન છે અને તેમાંથી કેટલાક માણસોને સંક્રમણ પણ લગાવે છે. ખાસ કરીને મરઘાંમાં કામ કરનારાઓને અસર થાય છે. એનએચસીએ એ પણ અહેવાલ આપ્યો છે કે H10N3 સ્ટ્રેન હજુ સુધી વિશ્વભરનાં કોઈ પણ માનવમાં મળી આવ્યો નથી.
શરતી પહેલ / પાકિસ્તાનના PM ઇમરાન ખાને ભારત સાથે વાતચીત માટે કરી પહેલ, પરંતુ રાખી વિચિત્ર શરત
નિષ્ણાતોએ સલાહ આપી છે કે વિસ્તારનાં લોકોએ બીમારી અથવા મૃત મરઘાંનો સંપર્ક ટાળવો જોઈએ અને જીવંત પક્ષીઓ સાથે સીધો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનએચસીએ સલાહ આપી હતી કે લોકોએ ખોરાકની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, આત્મ-સુરક્ષા જાગૃતિ સુધારવી જોઈએ, તાવ અને શ્વસન સંબંધી લક્ષણો દેખાય તો તેની તપાસ કરાવી જોઈએ. ફેબ્રુઆરીમાં, ચીને પૂર્વી પ્રાંત જિઆગ્સુંનાં કાંઠાનાં શહેર લિયાંયુંંગંગમાં H5N8 એવિયન ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળ્યો હતો. શહેરનાં વિસ્તારમાં જંગલી પક્ષીઓમાં ખૂબ પેથોજેનિક એવિયન ઈન્ફલ્યુએન્ઝા મળી આવ્યો હતો.