Not Set/ ચીને અફઘાનિસ્તાનમાં લશ્કરી વિમાન ઉતાર્યું?

યુએસ આર્મી પરત ગયા બાદ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર લશ્કરી વિમાનો પ્રથમ વખત ઉતરતા જોવા મળ્યા છે

World
AFGHANISTAN ચીને અફઘાનિસ્તાનમાં લશ્કરી વિમાન ઉતાર્યું?

યુએસ આર્મી પરત ગયા બાદ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર લશ્કરી વિમાનો પ્રથમ વખત ઉતરતા જોવા મળ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ચીની સેનાના વિમાનો હોઈ શકે છે. એટલું જ નહીં, હવે બગરામ એરબેઝની લાઇટ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

બગરામ એરબેઝ યુએસ આર્મીનો મજબૂત ગઢ રહ્યો છે. અહીંથી તે ઓપરેશન કરી રહી હતી . અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના ગયા પછી ત્યાં બગરામ એરબેઝ લશ્કરી વિમાનો  આવ્યા છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં એરબેઝ પર પાવર પુનસ્થાપિત કરવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકાના ગયા બાદ ચીન એરબેઝને કબજે કરવામાં રસ લઈ રહ્યું છે. દરમિયાન, કેટલાક લશ્કરી વિમાનો બગરામ એરબેઝ પર ઉતર્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનો ચીની સેનાના છે, કારણ કે તાલિબાનને આવા વિમાન ઉડાવવાનો કોઈ અનુભવ નથી.

રિપોર્ટ અનુસાર, આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ચીનના બાબતોના નિષ્ણાત યૂન સૂને કહ્યું છે કે અમેરિકા પરત ફર્યા બાદ હવે ચીન બગરામ એરબેઝ પર કબજો કરવામાં ખૂબ જ રસ ધરાવી શકે છે. આ એરબેઝ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક છે, જે લગભગ 20 વર્ષોથી યુએસ આર્મીના કબજામાં હતું.

યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર, ચીન તેના લશ્કરી કર્મચારીઓ અને આર્થિક વિકાસ અધિકારીઓને બરગમ એરબેઝ પર મોકલવા પર વિચાર કરી રહ્યું છે. જોકે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલને નકારી કા્યો છે.